હિન્દ ન્યુઝ, સુરત
વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં વિભાગીય પ્રશ્નો, રજૂઆતોના નિવારણ માટે બેઠક યોજાઈ હતી.
મંત્રીએ વિભાગીય પ્રશ્નો અને તેનો નિયત સમયમર્યાદામાં ઉકેલ આવે, વિવિધ વિભાગો વચ્ચે સંકલન તેમજ પ્રજાભિમુખ અભિગમ કેળવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
