હિન્દ ન્યુઝ, નવસારી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવસારી જિલ્લાના ₹93.93 કરોડના 12 કામોનું લોકાર્પણ અને ₹381.15 કરોડના 26 કામોના ખાતમુહૂર્ત મળી મહાનગરપાલિકા તથા જિલ્લામાં ₹475.08 કરોડના 38 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું; મુખ્યમંત્રીએ ગુજરાત ફાઇનાન્સ બોર્ડના રૂપિયા 284 કરોડનો ચેક નવસારી મહાનગરપાલિકાના વિકાસ માટે કમિશનરને અર્પણ કર્યો
આ પ્રસંગે મુખ્યમંત્રીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ₹5.41 કરોડના ખર્ચે જેટિંગ મશીન, ટિપર્સ, ઇ-વ્હીકલ તથા જાહેર પરિવહનની 12 બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.
નવસારી જિલ્લાએ વિવિધ કેન્દ્રીય યોજનાઓના અમલીકરણમાં પણ અગ્રસ્થાન મેળવી રાજ્યમાં ગૌરવ વધાર્યું છે : મુખ્યમંત્રી
