દિયોદર તાલુકા તેમજ રાવણા રાજપૂત સમાજ નું ગૌરવ

દિયોદર,

સમગ્ર બનાસકાંઠા જિલ્લા રાવણા રાજપૂત સમાજ ના અગ્રણી અને દિયોદર તાલુકા ઘટક સંઘ ના ઉપ પ્રમુખ શિક્ષક તરીકે ફરજ બજાવતા અમરતભાઈ ભાટી ની બનાસકાંઠા જિલ્લા શિક્ષક સંઘ માં ઉપ પ્રમુખ તરીકે વરણી થતા સમગ્ર રાવણા રાજપૂત સમાજ અને દિયોદર તાલુકા નું ગૌરવ વધાર્યું છે અમરતભાઈ ભાટી દિયોદર પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને શિક્ષક તરીકે સારી નામ ના મેળવેલ છે જેમાં દિયોદર તાલુકા ઘટક સંઘ માં ઉપ પ્રમુખ તરીકે ,તાલુકા કર્મચારી સેવા મંડળી માં ચેરમેન તરીકે અને લાયન્સ કલબ ના પ્રમુખ તરીકે ની સાથે સાથે ગૌ સેવા માં પણ તેમનું મોટું યોગદાન રહેલું છે જેમાં 15 તારીખે કારોબારી ની બેઠક મળી હતી જેમાં બનાસકાંઠા જિલ્લા શિક્ષક સંઘ ના પ્રમુખ ચમનભાઈ વાઘેલા તથા તેમની ટિમ દ્વારા અમરતભાઈ ભાટી ની કામગીરી ની પ્રશંસા કરી જિલ્લા શિક્ષક સંઘ માં ઉપ પ્રમુખ તરીકે નિમણુક કરી તેમનું સન્માન કર્યું હતું જેમાં ઉપ પ્રમુખ તરીકે નિમણુક થતા રાવણા રાજપૂત સમાજ અને દિયોદર તાલુકા ઘટક સંઘ ના સભ્યો તથા શિક્ષકો એ અભિનંદન પાઠવ્યા હતા.

 

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment