બનાસ ડેરી ની ઢુવા મંડળી દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્ર્મ કરીને એક અનોખું અભિયાન હાથ ધર્યું છે

બનાસકાંઠા,

બનાસ ડેરી અનેક સફળતાઓ ને સર કરી છે. આવા કોરોના મહામારી વચ્ચે પણ બનાસ ડેરીના કર્મચારી મિત્રો દ્વારા એક પણ દિવસ ઘેર હાજર રહ્યા વગર બનાસ ડેરીનું કામ કાજ ચાલુ રાખ્યું હતું. બનાસ ડેરીએ પશુ પાલકો બહુ ચિંતા કરી છે સાથે સાથે પ્રકૃતિ ને જાળવી રાખવા માટે ના અનેક પ્રયાસ કરે છે. તેવીજ રીતે અત્યારે બનાસ ડેરી ની ઢુવા મંડળી દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્ર્મ કરીને એક અનોખું અભિયાન હાથ ધર્યું છે. ઢુવા દૂધ ઉત્પાદક મંડળી ના કર્મચારી દ્વારા વૃક્ષા રોપણ કાર્યક્ર્મ કરીને તેને જતન કરવાની જવાદારી પણ લેવામાં આવી છે. બનાસ ડેરીના અનેક સારા કાર્યકમ અવાર નવાર કરવામાં આવે છે.
નાના માં નાના પશુપાલક થી લઈને મોટા પશુપાલકોની હર હંમેશ ચિંતા કરતી બનાસ ડેરી દ્વારા અનેક યોજનાઓ પણ બાર પાડવામાં આવે છે. દર વખતે બનાસ ડેરી દ્વારા પશુપાલકો ને વૃક્ષો આપીને તેમનું જતન કરવા માટે ના ચૂચન પણ કરવા આવે છે. ખરેખર આવી રીતે ચિંતા કરતા બનાસ ડેરીના ચેરમેન અને બનાસ ડેરીના તમામ કર્મચારી મિત્રો અભિનંદન ને પાત્ર છે.

રિપોર્ટર : મનુભાઈ સોલંકી, બનાસકાંઠા

Related posts

Leave a Comment