અમરેલી જિલ્લા ના તમામ તાલુકા, જિલ્લા અને ગામડા માં ડુપ્લીકેટ બિયારણ અને જંતુનાશક દવાઓનુ વેચાણ બંધ કરાવો

અમરેલી,

 

ધારી ખેડુતને છેતરીને નકલી તેમજ હલકુ બિયારણ અને નકલી જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરનાર કંપનીઓ અને વેચનાર એગ્રો સંચાલક સામે કડક કાર્યવાહી કરીને આવુ વેચાણ અટકાવવા ધારી તાલુકા ભાજપ અગ્રણી અતુલ ભાઈ કાનાણીએ ક્રષિ મંત્રી આર.સી.ફળદુને લેખીત ધારદાર રજુઆત કરેલ છે. વાવણી પહેલા ખેડુત એગ્રોમાથી બિયારણ ખરિદીને વાવણી કરે છે. હજારો રૂપિયા ખર્ચીને બીયારણની ખરીદી કરનાર ખેડુતો ના ખેતરના ખેતરમા ઉગાવો આવતો નથી અને ખેડુતોને માથે હાથ મુકીને રોવાનો વારો આવે છે અને પોતાનો મહામુલો પાક નિષ્ફળ જાય છે. જગતનો તાત બીચારો બની જાય છે અને માથે કરજ વધી જાય છે. બિયારણ ની સાથે જંતુનાશક દવા પણ ડુપ્લિકેટ હોવાથી પાકની સુરક્ષા પણ થતી નથી અને પાક સંપૂર્ણ નિષ્ફળ જાય છે આવા સમયે સરકારે ખેડુતોની વહારે આવિને આવા ડુપ્લિકેટ બિયારણ અને ડુપ્લિકેટ દવાનુ ઉત્પાદન કરનારા સામે કડક કાયદાથી કામલેવુ જોઈએ અને આવુ બિયારણ અને દવાનું વેચાણ કરનારા એગ્રોના સંચાલક સામે પણ કડક કાનુની કાર્યવાહી કરવાની માગણી ભાજપ અગ્રણી અતુલ ભાઈ કાનાણી એ કૃષિ મંત્રી સમકક્ષ કરેલ છે.

રિપોર્ટર : વિશાલ કોટડીયા, અમરેલી

Related posts

Leave a Comment