ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે સુબીર તાલુકા પંચાયતના વિકાસ કામો અંગેની સમીક્ષા બેઠક યોજી

હિન્દ ન્યુઝ, ડાંગ

   ડાંગ જિલ્લાના સુબીર તાલુકા ખાતે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સુબીર તાલુકાના વિકાસના કામો સંદર્ભે અગત્યની સમીક્ષા બેઠક યોજાઈ હતી. 

તાલુકા પંચાયત કચેરી-સુબીર ખાતે યોજાયેલી આ બેઠકમા વિજયભાઈ પટેલે તમામ શાખાના અધિકારી/કર્મચારીઓ તેમજ પધાધિકારીઓ, સરપંચો સાથે ગ્રામ વિકાસ વિભાગની યોજનાઓની સમીક્ષા કરી હતી. જેમા મનરેગા, પીએમએવાય-જી, સ્વચ્છ ભારત મિશન, મિશન મંગલમ યોજનાઓ તથા તાલુકા પંચાયતના વિકાસના કામો અંગેની સમીક્ષા હાથ ધરવામા આવી હતી.

નાયબ મુખ્ય દંડક પટેલે તાલુકા પંચાયત કચેરીની જુદા જુદા વિભાગોની સમીક્ષા કરી ઉપયોગી સૂચનો આપ્યા હતા. જેમા મનરેગા યોજના અંતર્ગત વર્ષ : ૨૦૨૫-૨૬ના વાર્ષિક લેબર બજેટની સમીક્ષા સહિત માસિક બાકી રહેલ માનવદિનની, મોબાઈલ મોનિટરિંગ સિસ્ટમની, અમૃત સરોવરના કામો, પંચાયત ઘરની, આંગણવાડી, સ્કૂલ કમ્પાઉન્ડ, તથા રમતગમતના મેદાનોની વિસ્તૃત ચર્ચા કરવામા આવી હતી.

દરમિયાન મિશન મંગલમ યોજના અંતર્ગત વર્ષ : ૨૦૨૫-૨૬મા નવા રચાયેલા સ્વ-સહાય જૂથોની સમીક્ષા સાથે રિવોલવિંગ ફંડ, સ્ટાર્ટપ ફંડ સ્વ સહાય (SHG) જુથની સમીક્ષા, બેન્ક લીંકેજ કરેલા જૂથોની સમીક્ષા તથા આરસેટી તાલીમ અંગેની સમીક્ષા પણ હાથ ધરાઇ હતી. 

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત પૂર્ણ કરવાના બાકી આવાસો, સર્વે કરાયેલા આવાસો, પીએમ જનમન આવાસો તથા બોર્ડર વિલેજ આવાસોની સમીક્ષા હાથ ધરાઇ હતી.

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત વર્ષ : ૨૦૨૫-૨૬ નાં કામો જેવા કે સામૂહિક સોકપીટ, સામૂહિક કોમ્પોસ્ટપીટ, પ્લાસ્ટિક સ્ટોરેજ યુનિટ, સામૂહિક શૌચાલય વગેરે કામો બાબતે પણ સમીક્ષા હાથ ધરી હતી. 

ATVT/આયોજન મંડળનાં કામો જેવા કે વિવેકાધીન જોગવાઈ, વહીવટી તંત્રની જોગવાઈ, વિકાસશીલ તાલુકાની જોગવાઈ, રાષ્ટ્રીય પર્વની જોગવાઈ, ધારાસભ્યની જોગવાઈ, સંસદસભ્યની ગ્રાન્ટ અને એ.ટી.વી.ટી જોગવાઈ વગેરે તાલુકા પંચાયતના વિકાસના કામો અંગે વિસ્તારથી સમીક્ષા કરવામાં આવી હતી.  

વધુમાં નાયબ મુખ્ય દંડકએ સુબીર તાલુકાનાં તમામ વહીવટી તંત્ર અને પધાધિકારીઓ/સરપંચઓને એક ટિમ બનીને વિકાસના કામો બાબતે કામગીરી કરવાની અપીલ હતી. 

આ ઉપરાંત ધારાસભ્ય ફંડ જોગવાઈ યોજના અંતર્ગત વર્ષ : ૨૦૨૩-૨૪ અને વર્ષ :૨૦૨૪-૨૫ માં ૧૦ ગ્રામ પંચાયતોમાં પીવાના પાણીના ટેન્કરોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યા હતાં.

આ સમીક્ષા બેઠકમાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન, તાલુકા પંચાયત સુબીરના પ્રમુખ શ્રીમતિ લતાબેન કનવારે, આદિજાતિ મોરચાના પ્રમુખ સુભાષ ગાઈન, તાલુકા વિકાસ અધિકારી સુહાસભાઈ ગવાંદે, અને સુબીર તાલુકાના ગ્રામ પંચાયતના સરપંચઓ તથા તાલુકાનાં કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment