હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લાની પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે તાજેતરમા જ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા કુલ રૂ. ૭૩૯૫.૭૦ લાખની રકમના પાંચ વિયર મંજુર કરવામા આવ્યા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ઘોઘલી (શિવઘાટ), ઘોઘલી-૨, ઘોઘલી-૩, ઘોઘલી-૪, અને ઘોઘલી-૫ વિયર અક્રોસ ટ્રિબ્યુટરી ઓફ ખાપરી રીવર નિયર વિલેજ નિલસાકીયાના કન્સ્ટ્રક્શન માટે કુલ રૂ. ૭૩૯૫.૭૦ લાખની રકમ મંજુર કરવામા આવી છે.
આ ડેમ થકી પાણીની સમસ્યાના નિવારણ માટે ડાંગ જિલ્લાની માંગને વહીવટી મંજુરી આપવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, અને જળ સંસાધન તથા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો, ડાંગ જિલ્લાની જનતા વતી સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો છે.
