કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે 77 વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

    કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે 77-જામનગર (ગ્રામ્ય) વિધાનસભા મત વિસ્તારમાં વિકાસ કાર્યોના ભાગરૂપે વોર્ડ નંબર 7 માં બે કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામોમાં નાઘેડી રોડ પર આવેલી વિનાયક પાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં આશરે રૂ.10 લાખના ખર્ચે થનારા પેવર બ્લોકનું કામ અને માધવ વિલા-1 અને 2ના ગેટથી મુખ્ય રસ્તાને જોડતી ખુલ્લી ગટરને બંધ કરવાના આશરે રૂ.7.38 લાખના કામનો સમાવેશ થાય છે. આ બંને કાર્યો વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળની લોક ભાગીદારી યોજના હેઠળ વર્ષ 2024-25ની ગ્રાન્ટ અંતર્ગત હાથ ધરવામાં આવ્યા છે.

   આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે વિકાસ એ માત્ર સરકારી યોજનાઓનો અમલ નથી, પરંતુ લોક ભાગીદારી અને લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને થતી પ્રક્રિયા છે. આજે આપણે પ્રારંભ કરી રહ્યા છીએ તે વિકાસ કાર્યો સરકારના છેવાડાના માનવી સુધી પહોંચવા અને તેની સુવિધા વધારવા માટેની કટિબદ્ધતા દર્શાવે છે. આજના આ કામોથી નાગરિકોને અવરજવરમાં સરળતા થશે અને સ્વચ્છતા પણ જળવાશે.જામનગર એક આધુનિક અને સુવિધાપૂર્ણ શહેર બને તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. અને સૌના સાથ, સૌના વિકાસના મંત્ર સાથે જામનગરને પ્રગતિના પંથે આગળ ધપાવી રહી છે.

   આ પ્રસંગે આગેવાન મેરામણભાઈ ભાટુ, કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા તથા અરવિંદભાઈ સભાયા, ગજેન્દ્રસિંહ રાણા તથા બહોળી સંખ્યામાં વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

                                                  

Related posts

Leave a Comment