હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ સેવા સદન સ્થિત નાયબ બાગાયત નિયામકની કચેરી તથા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ યોજના (PMFME) યોજના માટે અવેરનેસ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારીસુ દેવાહુતી પણ પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા. તેમજ તેઓએ આણંદ જિલ્લાના ફૂડ પ્રોસેસિંગ સાથે સંકળાયેલા તમામ લાભાર્થીઓને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ એવરનેસ કેમ્પમાં PMFME યોજનાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ યોજનાનો લાભ લીધો હોય તેવા લાભાર્થીઓએ પોતાના પ્રોડક્ટસ ડીસ્પ્લે કર્યા હતા.ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાંથી શ્રી વિકાસ ચાવલા પ્રોજેક્ટ-મેનેજર PMFME યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી.
આ યોજનામાં અનાજ પ્રોસેસિંગ ઘઉં, ચોખા, કઠોળ, જુવાર, મકાઈ વગેરે, ડેરી પ્રોસેસિંગ, ફળો અને શાકભાજી પ્રોસેસિંગ, બેકરી અને મિષ્ઠાન ઉત્પાદનો, મસાલા અને રોપણી પાક પ્રોસેસિંગ, ચરબી અને તેલબીયા પ્રોસેસિંગ, માંસ અને મરીન ઉત્પાદનો પ્રોસેસિંગ, પશુ દાણ, મરઘા દાણ અને લઘુવન ઉત્પન્ન વગેરે જેવા તમામ એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,આ યોજનામાં ૩૫% અથવા વધુમાં વધુ ૧૦ લાખ સુધીની સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે.
આ વેળાએ PMFME યોજનામાં લાભ લીધેલા લાભાર્થીએ પોતાના અભિપ્રાયો આપ્યા હતા અને વધુમાં વધુ આણંદ જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ કરતા લાભાર્થીઓ આ યોજનાનો મહતમ લાભ લેવા જણાવ્યું હતું. બેન્કર્સ દ્વારા આ યોજનામાં બેંકની યોજનાઓ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી.
આ પ્રસંગે નાયબ બાગાયત નિયામક સ્મિતા પિલ્લાઇ, વિકાસ ચાવલા પ્રોજેક્ટ મેનેજર PM વિશાલ ભદેવરીયા આણંદની બેંક ઓફ બરોડા ના મેનેજર, લીડ બેંક મેનેજર, બેંકના અધિકારીઓ, ગુજરાત એગ્રોના અધિકારીઓ, ફૂડ વિભાગના અધિકારી ચંદ્રિકાબેન, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી, ગુજરાત એગ્રોના અધિકારીઓ સહિત તાલીમાર્થીઓ હાજર રહ્યાં હતા.
