હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઉનેલી ગામથી ઉનેલી ગામના સ્મશાન વચ્ચે આણંદ સિંચાઇ વિભાગ હસ્તકની આણંદ મોગરી કાંસ પર આવેલ બ્રિજ પર સલામતીના કારણોસર ભારે વાહનોના અવરજવર કરવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈએ પ્રસિદ્ધ કર્યું છે.
જે અન્વયે ઉનેલી ગામથી કાંસ પર આવેલી ઉનેલી સ્મશાન તરફ આવતો જતા તમામ વાહનો માટે પ્રતિબંધ રહેશે.જેના વિક્લ્પમાં ઉનેલી ગામથી કાંસ ઉપર આવેલી સ્મશાન તરફ આવતા જતા તમામ વાહનો વ્યવહાર ગામ થી મુખ્ય પ્રવેશ દ્વાર થઈ ચુવા ખાનપુર રોડ ઉપર આવેલ આણંદ મોગરી કાંસના જમણા પાળા ઉપર થઈ પસાર થઈ શકાશે.
ઉક્ત હુકમના ભંગ કરનાર કાયદાની જોગવાઈ અને આધીન શિક્ષાને પાત્ર થશે.
