છોટાઉદેપુર,
આદિવાસી સમાજના આગેવાનો રાજ્ય સભા સાંસદ નારણભાઈ રાઠવા, જીલ્લા ભા.જ.પા. પ્રમુખ જશુભાઈ રાઠવા, આચાર્ય ગણી મહારાજ તેમજ નગરપાલિકા પ્રમુખ નેહાબેન જયસ્વાલની ઉપસ્થિતિમાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનોએ ગતરોજ “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી “રક્તદાન” સાથે કરવામાં આવી હતી.
આદિવાસી દર્દીઓ દવાખાનામાં દાખલ થાય અને તેઓને લોહીની જરૂર પડે તો ઘર આંગણે લોહી મળી રહે તે હેતુથી રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી દિવસની ઉજવણી દર વર્ષ રેલી કાઢીને કરતા હોય, કોરોના મહમારીને ધ્યાનમાં રાખીને આ વખતે રેલીનું આયોજન કર્યું ન હતું અને એકદમ સાદાઈથી આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર