જામનગર જીલ્લા ના હડિયાણા ઞામે અને કુનડ ગામે શ્રી રામચંદ્રજીના ભવ્ય રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે હડિયાણા ગામે બપોરના મહા આરતી અને પ્રસાદ તેમજ આકાશમાં ફટાકડાની આતશબાજી કરી

હડિયાણા,

જામનગર જીલ્લા ના હડિયાણા ઞામે અને કુનડ ગામે ગીતામંદિર, ઠાકોરજી નું મંદિર, રામ મંદિર અને શ્રી કાશી વિશ્વનાથ મંદિરે ,આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ કારસેવકો અને રામ સેનાના હિન્દુ યુવાનો દ્વારા શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મુકામે ગત રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના વરદ હસ્તે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્ય રામ મંદિરના શિલાન્યાસ પ્રસંગે

હડિયાણા ગામે બપોરના મહા આરતી અને પ્રસાદ તેમજ આકાશમાં ફટાકડાની આતશબાજી કરી ગામમાં ભગવા ધ્વજ સાથે મોટરસાયકલ દ્વારા ઘરે ઘરે રામનો સંદેશ પહોંચાડી દીપ પ્રગટાવવાનો સુંદર અવસર સૌ હિંદુ પરિવારમાં જોવા મળેલ ગામના સરપંચ , ઉપસરપંચ અને કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિરે પણ મદિર ના મહંત શ્રી અવધેસદાસજી મહારાજ અને ભક્તો દ્વારા મંદિર માં દીવડા પ્રગટાવી ને જય શ્રી રામ જય શ્રી રામ ના નારા સાથેમંદિર ગૂંજી ઉઠ્યું હતું. ભાજપના તાલુકાના,

જિલ્લાના જવાબદાર કાર્યકર્તાઓ એ મહા આરતી અને દિપમાળા કરી, રામધુન બોલાવી, સદીઓ બાદ મંગલદિને સૌ કાયૅકરોએ ખુશીનામાહોલ સાથે સૌ એ જય જય શ્રી રામ ના નારા લગાવી ભગવાનની આરતી કરેલ , મિઠાઈ વેહચી.

રિપોર્ટર : શરદ રાવલ,  હડિયાણા

Related posts

Leave a Comment