સુઇગામ અને ભાભર પંથકમાં મીની વાવાઝોડું ત્રાકટયુ હતુ.

ભાભર

એક બાજુ કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે ભાભર અને સુઇગામ પંથકમાં વરસાદ ખેંચાતા અને વધારે ગરમી પડવા ને લીધે વાવેલા એરંડા ના ઉગતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. જેમાં ત્રણ દિવસ ના ઉકળાટ બાદ ગતરોજ સાંજે આઠ વાગ્યે હવામાન માં પલટો આવતા જોરદાર મીની વાવાઝોડું ત્રાટક્તા ઉચોસણ બસ સ્ટેન્ડ ની પાસે આવેલી ત્રણ દુકાનો ના પતરા ઉડી જવા પામ્યા હતા,

જયારે બીજી બાજુ ઉચોસણ ગામ ના જ ચૌધરી પ્રેમાભાઇ શંકરભાઈ ને પચાસ ફુટ જેટલા ઢાળીયા ના સીમેન્ટ ના પતરા ઉડીને બાજુ ના રસ્તા માં પડીને ભાંગી ને ભુક્કો થઈ ગયા હતા. સદનસીબે રસ્તા ઉપર કોઈ અવર જવર ના હોવાથી મોટી જાનહાનિ ટળી હતી જેમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી પણ થયા હતા.

આવી રીતે વરસાદ થી પવન ની ગતિ તીવ્ર હોવાથી અનેક ખેડૂતો ને મોટુ નુકશાન થવા પામેલ છે.

અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment