મતાધિકારના ઉપયોગથી લોકશાહીને વધુ મજબૂત બનાવીએ- મહંત શ્રી હરિદાસજી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

     દેશમાં માત્ર એક જ મતદાર ધરાવતા ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના બાણેજ ખાતે આવેલ બાણ ગંગેશ્વર મહાદેવ મંદિરના મહંત અને એકમાત્ર મતદાતા એવા શ્રી હરિદાસજીએ જણાવ્યું હતું કે, ‘બાણેજ ખાતે એકમાત્ર મતદાર તરીકે મતદાન કરી હું મારી પવિત્ર ફરજ અદા કરું છું. મારા એક મત માટે ચૂંટણી તંત્ર દ્વારા જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે, એ દર્શાવે છે કે, આપણા દેશમાં દરેક મતની કેટલી કિંમત છે.

મહંતે વધુમાં અપીલ કરતાં જણાવ્યું હતું કે, મત આપવામાં કોઈ જ બાકી રહેવું ન જોઈએ. સમગ્ર દેશમાં તમામ મતદારો મત આપે અને લોકશાહી વ્યવસ્થા વધુ સુદ્રઢ બને એ માટે ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે જરૂરી છે. એક મત માટે જો ચૂંટણીતંત્ર આટલી બધી વ્યવસ્થા ગોઠવતું હોય તો આપણી ફરજ છે કે આપણે તેમાં પાછા ના પડીએ અને આપણો પવિત્ર અને કિંમતી મતદાનથી વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારત દેશને વધુ મજબૂત કરીએ’.

Related posts

Leave a Comment