આયુષ્યમાન કાર્ડમાં મળતી ૫ લાખની સહાય બમણી થતા અમે સરકારના આભારી છીએ: લાભાર્થી મંજુલાબેન

હિન્દ ન્યુઝ, છોટાઉેપુર

છોટાઉદેપુરના જેતપુર તાલુકાના આંબાઝટી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભાર્થી મંજુલાબેન રાઠવાએ જણાવ્યું કે, આયુષ્યમાન કાર્ડ અમારા માટે વરદાન રૂપ હતું જ પરંતુ તેની સહાય પણ બમણી થતા આનંદ થયો છે. તેમને વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન યોજનાઓનો લાભ સ્થળ પર જ આપવામાં આવે છે આ માહિતી મળતા તેઓએ પોતાના કાર્ડની સહાયની રકમ વધારવા માટે તપાસ કરી હતી.જ્યા તેમને સ્થળ પર જ આયુષ્માન કાર્ડ પર બમણી સહાય કરી કાર્ડ આપવામાં આવ્યું હતું. 

મંજુલાબહેને કહ્યું કે હું અને મારો પરિવાર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીયે છીએ. હું આ સંકલ્ય યાત્રાના માધ્યમથી જેમને પણ આયુષ્યમાન કાર્ડ કઢાવવાના બાકી છે તો તેઓ પોતોના ગામમાં રથ આવે ત્યારે આયુષ્યમાન કાર્ડ અવશ્ય કઢાવી લે, આયુષ્માન કાર્ડ માંદગીના સમયે મદદરૂપ આશીર્વાદ બની રહે છે.

Related posts

Leave a Comment