ઉજ્જ્વલા યોજના થકી ચુલા ફૂંકવાની ઝંજટમાંથી મુક્તિ મળી. પાવી જેતપુર તાલુકાના લાભાર્થી મનીષાબહેન રાઠવા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

 વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઘરઆંગણે સરકારની લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો આપવા આવી રહ્યો છે ત્યારે છેવાડાના માનવીઓ યોજનાની માહિતી મેળવી આ યોજનાઓના લાભ લઈ રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના જેતપુર-પાવી તાલુકાના લાભાર્થી મનીષાબેન રાઠવાએ પોતાની આપવીતી કહેતા કહ્યું કે હું અને મારા સાસુ પહેલા ચૂલા પર રસોઇ કરતા હતા, જેનાથી અમે ખૂબ જ પરેશાન થતી હતી. ચોમાસામાં લાકડા ભીના હોય ત્યારે રસોઇ બનાવવામાં ઘણુ મોડુ થઇ જતું. 

અમને પ્રધાનમંત્રી દ્વારા ઉજ્જ્વલા યોજનાની માહિતી મળતા તે યોજનાનો લાભ લેવાનું નક્કી કર્યું. વિકસીત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન અમારા ગામ આંબાઝટી આવતા મને ઘરઆંગણે ઉજ્જ્વલા યોજના થકી ગેસનો ચૂલો અને ગેસની બોટલ મળી. હવે અમને ધૂમાડાથી રાહત મળશે. ઘરઆંગણે લાભ આપવાના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને લીધે અમારા ઘરમાં ગેસની સગડી લાવવાનું સ્વપ્ન સાકાર થયું તે છે બદલ હું પ્રધાનમંત્રી નો ખૂબ ખૂબ આભાર માનું છું.

Related posts

Leave a Comment