મેરી કહાની મેરી જુબાની

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

સરકારના આઇસીડીએસ દ્વારા પૂર્ણા કિશોરી યોજનાનો લાભ લેનાર કિશોરીઓને પૂર્ણાકિશોરી તરીકે ઓળખવામાં છે. આઈસીડીએસ વિભાગ અંતર્ગત જેતપુરપાવીના તાલુકાના આંબાઝટી આંગણવાડી કેન્દ્રની ૧૬ વર્ષીય કિશોરી હ્રીતીકાબેનઆ યોજનાનો લાભ લીધો.તેમને દર મહિનાના ૪ મંગળવારે પૂર્ણાશક્તિ પ્રી-મિક્સ પાઉચ ફ્રીમાં આપવામા આવતું હતું. આંગળવાડી કાર્યકર્તાના માર્ગદર્શન હેઠળ તેમણે પૂર્ણા શક્તિ પ્રીમિક્સમાંથી થેપલા, શીરો, મુઠીયા વગેરે વાનગી બનાવી ભોજનમાં લેવાનું શરૂ કર્યું. જેનાથી તેમનો શારીરીક વિકાસ થયો. તેમનામાં નબળા શરીરમાં બળ આવ્યું. પહેલા તેઓ કામ કરતા થાકી જતા પૂર્ણા શક્તિનો ભોજનમાં ઉપયોગ કરતા તેઓ સ્ફૂરતી અનુભવા થયા. તેમણે ગામની અન્ય કિશોરીઓને પણ આ યોજનાને લાભ લેવા અનુરોધ કર્યો. સાથે સાથે કેન્દ્ર રાજય અને સરકારનો આભાર માન્યો.

Related posts

Leave a Comment