મહાશિવરાત્રી નિમિત્તે ત્રંબકેશ્વર મહાદેવ મંદિરમાં હર હર મહાદેવના નાદ સાથે ભક્તોએ કર્યા શિવજીના દર્શન 

હિન્દ ન્યૂઝ, માણાવદર

                માણાવદરમાં મહાદેવિયા વિસ્તારમાં આવેલ ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્ટોની હાજરી જોવા મળી રહી હતી. ત્રંબકેશ્વર મહાદેવ મંદિરની તેમજ શિવલિંગના અનેરા શણગારથી સમગ્ર મંદિર અદભુત જોવા મળી રહ્યું હતું. ભક્તોએ સવારની આરતીનો લાભ લીધો હતો.સવારથી જ મહાદેવના નાદ સાથે મંદિર ગુંજી ઉઠ્યું હતું.

સમગ્ર માણાવદરમાં આવેલ મહાદેવના મંદિરોમાં મહાશિવરાત્રિની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શિવ ને બીલીપત્ર પંચામૃત, શેરડીનો રસ, દહી, ગંગાજળ સહિતનું અભિષેક કરવામાં આવ્યું હતું. આજ ભક્તો દ્વારા વ્રત-ઉપાસના ની દ્રષ્ટિ દેવાધી દેવ મહાદેવને રીઝવવા માટે ભક્તોએ ઉપાસના કરી હતી તેમજ મહાદેવના પ્રાંગણમાં બ્રાહ્મણો દ્વારા હવન કરવામાં આવ્યા હતા.

             સાંજના સમયે ભજન સંધ્યા નો કાર્યક્રમ પણ યોજવામાં આવેલ. વહેલી સવારથી જ મંદિરોમાં ભગવાન શિવના સ્તુતિઓ, ભજનોથી સમગ્ર મંદિરો ગૂંજી ઉઠયા હતા. શિવજીના સમગ્ર મંદિર શણગારવામાં આવ્યું હતું તેમજ ભગવાન ભોલેનાથની શિવલિંગને પણ અદભુત શણગાર કરવામાં આવ્યો હતો. આ તકે ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે બાબા યુવક સેવા ગ્રુપ દ્વારા ભક્તોને સવારથી જ ભાંગ ની પ્રસાદી આપવામાં આવી રહી છે. હાલ કોરોના ને કારણે મહાદેવના ભક્તોની પાંખી હાજરી પણ જોવા મળી રહી હતી.

મહાશિવરાત્રી પર્વ નિમિત્તે માણાવદર ગાયત્રી વિસ્તારમાં આવેલ મહાદેવ મંદિરમાં પણ સવારથી જ ભક્તોની હાજરી જોવા મળી રહી હતી. શિવજીની આરતી, પૂજન-અર્ચન, સ્તુતિ, શિવ ભજનોના, અભિષેક કરવામાં આવ્યા હતા અને ઉત્સાહભેર ભક્તો, બાળકો દ્વારા મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. ૐ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય ભોલેનાથ વગેરે અવાજોથી સમગ્ર મંદિરો આજ ગુંજી ઉઠ્યા હતા અને ભકતો આજ શિવમય બની ગયા હતા.


રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર

Related posts

Leave a Comment