જસદણ પો.સ્ટે વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી જસદણ પોલીસ

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ રેન્જ પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલ ગોંડલ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ.ઈન્સ ટી.બી જાની સ્ટાફ સાથે પો.સ્ટે વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમા હતા દરમ્યાન સાથેના પો.કોન્સ. અનીલભાઇ સરવૈયા તથા એ.એસ.આઇ. ભુરાભાઇ માલીવાડને બંને ને મળેલ બાતમીને આધારે જસદણના ભડલી ગામેથી વિરાવાડી જવાના કાચા રસ્તે આવેલ વલ્લભભાઇ બચુભાઇ સરવૈયાની વાડી પાસે કાચા રસ્તા ઉપર જાહેરમા જુગાર રમતા નવ ઈસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે કુલ મુદ્દામાલ રોકડ રૂપીયા ૮૦,૨૦૦/- સાથે આરોપીનું (૧) ભગુભાઇ આપભાઇ ધાધલ જાતે કાઠી દરબાર રહે ભડલી (ર) બુધાભાઇ મગનભાઇ ડાભી જાતે કોળી રહે ભડલી (૩) ભરતભાઇ રાજાભાઇ મેવાસીયા જાતે કોળી રહે ભડલી (૪) મહેશભાઇ મન્નાભાઇ ગોહીલ જાતે કોળી રહે સનાળા (૫) જયદીપભાઇ રાજુભાઇ ઝાપડીયા જાતે કોળી રહે સનાળા (૬) વિજયભાઇ જેમાભાઇ માણકોલીયા જાતે કોળી રહે ગોડલાધાર (૭) વિજયભાઇ જેન્તીભાઇ માણકોલીયા જાતે કોળી રહે ગોડલાધાર (૮) વિજયભાઇ ધીરૂભાઇ પરમાર જાતે કોળી રહે ભડલી (૯) મનસુખભાઇ ધીરૂભાઇ રાઠોડ જાતે કોળી રહે ભડલીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ

Related posts

Leave a Comment