માં ..નો પ્રેમ… પુત્ર પરત આવતા આખડી બાધા પુરી કરી

દિયોદર ના વખા ગામે પુત્ર ગુમ થતા માતા એ હનુમાન દાદા ના દર્શન ની આખડી બાધા રાખી હતી

હિન્દ ન્યૂઝ, દિયોદર

“માં તે માં બીજા બધા વગડા ના વા..” આ કહેવત ને સાર્થક કરતો એક કિસ્સો બનાસકાંઠા ના દિયોદર માં સામે આવ્યો છે. જેમાં દિયોદર તાલુકા ના વખા ગામે થી તારીખ ૭/૩/૨૦૨૧ ના રોજ વખા ગામે ખેત મજૂર નો દીકરો ઘરે થી કહેવા વગર નીકળી ગયો હતો.

જેમાં મોડી રાત સુધી દીકરો પરત ન ફરતા ગુમ દીકરા ના પિતા પ્રતાપભાઈ ઠાકોરે દિયોદર પોલીસ મથક ખાતે ગુમસુદા ની ફરિયાદ આપી હતી. જેમાં દીકરો પરત ઘરે આવે તે માટે તેની માતા સવિતાબેન એ પોલીસ ની મદદ ની સાથે વખા ગામે બિરાજમાન હનુમાન દાદા ની પ્રાર્થના કરી હતી અને શ્રદ્ધારાખી હતી. જેમાં માતા ની શ્રદ્ધા આખરે રંગ લાવી હતી અને ગુમ થયેલ જગદીશ પ્રતાપજી ઠાકોર ઘરે પરત ફરતા માતા ની આંખ માં હરસ ના આંસુ આવી ગયા હતા અને લાડકવાયા દીકરા ને ગળે લગાવી પહેલા પોલીસ તંત્ર નો આભાર સાથે ઘરે થી 2 કિમિ ના અંતર માં રડતા રડતા..હનુમાન દાદા ની બાંધા પુરી કરી હતી. વર્તમાન સમય દીકરા પોતાની માતા ને તરછોડી દેવાની અનેક ઘટના સામે આવતી હોય છે પરંતુ એક માતા એ પોતાના દીકરા માટે આ આખડી બાધા એક માં..નો પ્રેમ પણ આ દ્રષ્યો ને સલામ કરે છે. દીકરા નું કહેવું છે કે જૂનાગઢ ગયો હતો અને મારી મોટી ભૂલ છે કે મેં જતા પહેલા કોઈ ને કહ્યું ન હતું, પરંતુ મારી માતા નો પ્રેમ હવે હું કદી નહીં ભૂલું.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment