બનાસકાંઠા જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં બટાકાનું વાવેતર થતું હોય છે પરંતુ આ વર્ષે બટાકાના ભાવ ગગડી જતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા

હિન્દ ન્યુઝ, લાખણી

બટાકા ના ભાવ ગગડતાં લાખણી પંથકના ખેડૂતો મુંઝાયા બટાકાનું હબ ગણાતાં ડીસા-લાખણી પંથકમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પણ ખેડૂતોને સારા ભાવ મળશે તે આશાએ ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં બટાકાનું ઉત્પાદન કર્યું હતું જોકે, ખરા ટાઇમે જ બટાકા નાં ભાવ ગગડી જતાં ખેડૂતોને નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે.

જગતના તાતની સ્થિતિ કોફોડી બની ગઇ છે. બટાકા વાવનાર ખેડૂતોએ રૂ.2000 થી 2500 નાં ભાવનું બિયારણ લઇને પોતાનાં ખેતરમાં વાવેતર કર્યું હતું, પરંતુ ભાવ ન મળતાં ખેડૂતોએ પોતાનાં ખેતરમાં સંગ્રહ કરીને બેઠા છે. કોઇ વેપારી ખેડૂતોનાં બટાકા લેવા તૈયાર નથી. જેને લઇને ખેડૂતો સસ્તા ભાવે બટાકા વેચવા મજબુર બન્યા છે. મોંઘાદાટ બિયારણ ખાતર તેમજ દવાઓ લાવીને બટાકાનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ‌ અચનાક ભાવ ગગડતાં કોઇ વેપારી બટાકા લેવા તૈયાર પણ નથી ખેડૂત પોતાનાં ખેતરમાં રાત દિવસ મહેનત કરીને પોતાનો માલ પકવીને તૈયાર કરતા હોય છે પરંતુ ભાવ ગગડતાં ખેડૂતો રૂપિયા 80 થી 140 મણના ભાવે વેચવા તૈયાર છે. છતાં કોઇ વેપારી બટાકા લેવા તૈયાર નથી.

ખેડૂતોને પોતાની આશા માત્ર એક સિઝન પર હોય છે.પરતુ “આશા એક નિરાશા” તેવો ઘાટ બટાકા પકવતા ખેડૂતો નો સર્જાયો છે. ગત વર્ષ બટાકામાં તેજી હોવાથી આ વર્ષે મોઘા બિયારણો લાવી ને વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ બટાકા નાં ભાવ ગગડતાં ખેડૂતો એ પોતાના બટાકાનાં ઢગલા ખેતરમાં કરીને વેપારીઓની રાહ જોઇને બેઠો છે. પણ કોઇ ખરીદી કરવા ના આવતા ખેડુત એ મજબુર થઇને પોતાનો ખર્ચે બટાકા કોલ્ડસ્ટોરેજ માં મુકવા મજબુર બન્યા છે. એક બાજુ સરકાર ખેડુતોની આવક બમણી કરવાની વાતો કરે છે. પરંતુ ખેડુતો ને પોતાનો માલ નો ભાવ પણ મળતો નથી. તો ટેકાના ભાવે બટાકા ખરીદવામાં આવે તેવી ખેડુતોની માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખાણી

Related posts

Leave a Comment