હિન્દ ન્યૂઝ, સોરઠ
સૌરાષ્ટ્રના ગીર પંથકમાં પાકતી કેસર કેરીનો અસલી સ્વાદ મણવા માટે લોકોએ હજી બેથી ત્રણ મહિનાની રાહ જોવી પડશે. જો કે હાલ બજારમાં હાફૂસ કેરીની આગમન થઈ ગયું છે. છેલ્લી ત્રણ સીઝનથી ઉત્પાદનમાં પણ 50 ટકાનો ફટકો પડ્યો છે. આથી ભાવ ઊંચો રહે એવી શક્યતા છે. આ વર્ષે અંદાજે 300 બ્રાન્ડનાં બોક્સમાં કેસર કેરી વેચાશે. કેસર એટલે તાલાલા અને તાલાલા ગીરની કેસરની ઓળખ હતી. જ્યારે પછીનાં વર્ષોમાં કેસર કેરીના ઉત્પાદનનો વ્યાપ એટલો વધ્યો કે અત્યારે તો જામવાડા, સામતેર, ખોરડી, ઉના અને કોડીનાર પંથક, ભાખા, માળિયાહાટીના તાલુકા સહિત જૂનાગઢ જિલ્લાના અનેક ગામે કેસર કેરીથી લચેલા આંબા જોવા મળે છે. તાલાલામાં 13 હજાર હેક્ટર અને એટલા જ બીજા ક્ષેત્રફળમાં અન્યત્ર એમ કુલ મળીને 35 લાખ જેટલા હેક્ટરમાં આંબા હોવાનો અંદાજ છે. આ ગીરની કેસર કેરીની દેશ-વિદેશમાં ખૂબ જ માંગ છે. તો ટૂંક સમયમાં આ કેસર કેરી બજારમાં જોવા મળશે.
રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર