સમેગા હાઈસ્કૂલમાં યુથઅને ઇકો ક્લબ ની સ્થાપના કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, માણાવદર

માણાવદર તાલુકાના સમેગા ગામ ખાતે શ્રી કે .વી .આહીર વિનય મંદિર શાળામાં વિદ્યાર્થીઓ પર્યાવરણ સંરક્ષણ બાબતે જાગૃતતા કેળવે અને શાળા પરિચય હરીયાળુ બને તે ઉદ્દેશ્યથી શાળાના આચાર્ય જીતુભાઈ ખોડભાયાના માર્ગદર્શનથી યુથ અને ઇકો ક્લબની સ્થાપના કરવામાં આવી હતી.

આ ક્લબના નોડલ ઓફિસર રામભાઈ સોલંકી ના માર્ગદર્શન નીચે આજે સમગ્ર સ્ટાફ અને શાળાના વિદ્યાર્થીઓના સહયોગથી 270 જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા હતા તેમજ શાળાના આચાર્ય, શિક્ષકો દ્વારા વિધાર્થીઓને વૃક્ષોનું મહત્વ પણ સમજાવવામાં આવેલ, એક એક વૃક્ષ આપણને ઘણી રીતે ઉપયોગી છે. આથી આપણે કેટલાક સૂત્રો પ્રચલિત કર્યા છે વૃક્ષ વાવો જીવન બચાવો, વૃક્ષ જતન આબાદ વતન, એક બાળ એક ઝાડ વગેરે આ બધા સૂત્રોમાં વૃક્ષોનો મહિમા સૂચવાયો છે. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપયોગની વિચારણા પણ થાય છે. આ રીતે વૃક્ષોને ખૂબ મહત્વ આપવામાં આવેલું છે. જેની ચર્ચા વિધાર્થીઓને કરવામાં આવેલી વૃક્ષોથી હરયુભર્યું શ્રી કે.વી.આહીર વિનય મંદિર શાળાનું વાતાવરણ નયનરમ્ય બન્યું છે.

“હરિયાળી વાવો સમૃદ્ધિ પામો વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો”

રિપોર્ટર : હાજાભાઈ ઢોલા, માણાવદર

Related posts

Leave a Comment