વેરાવળ સોનેચા કોલેજના વિદ્યાર્થીઓનું સન્માન કરાયુ

હિન્દ ન્યૂઝ, વેરાવળ

વેરાવળના ચાંડુવાવ ખાતે આવેલ એન.જે.સોનેચા મેનેજમન્ટે એન્ડ ટેક્નિકલ ઇન્સ્ટિટ્ટનાયૂ વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરાયેલ હતું. આ તકે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ટ્રોફી, સર્ટીફીકેટ આપી બીરદાવવામાં આવ્યા હતા. વેરાવળ એજ્યુકેશન સોસાયટી સંચાલિત એન.જે.સોનેચા મેનેજમન્ટે એન્ડ ટેક્નિકલ વર્ષ ૨૦૧૧ થી ચાંડુવાવ ખાતે કાર્યરત છે. આ કોલેજમાં એમ.બી.એ., એમ.સી.એ.ના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. સંસ્થાના વિદ્યાર્થીઓ જીટીયુમાં સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે તાજેતરમાં પ્રતિભા સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખાસ જીટીયુ યુની. ના કુલપતિ પ્રો.ડો.નવીનભાઇ શેઠ, સોમનાથ સંસ્કૃત યુની.ના કુલપતિ ડો.ગોપબંધુ મીશ્રા, ભાજપ પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જીલ્લા ભાજપ પ્રમુખ માનસીંહભાઇ પરમાર, સીન.સભ્ય પ્રો. ડો. જીવાભાઇ વાળા, સંસ્‍થાના ચેરમેન ચીમનભાઇ અઢીયા, સેક્ટરી ગીરીશભાઇ કારીયા સહીતના હસ્તે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્‍માન કરાયું હતું. જેમાં એમબીએ સેમે.-૪ ની વિદ્યાર્થીની શીવાંગી મહેશભાઇ પટેલએ જીટીયુની ૨૦૧૮ માં સેમે.૧ માં ત્રીજુ સ્થાન, ૨૦૧૯ માં સેમે.૨ માં ચોથુ સ્થાન, સેમે.૩ માં આઠમુ સ્થાન અને વર્ષ ૨૦૨૦ માં સેમે.૪ માં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી અનેરી સિધ્ધી મેળવી છે. કાજલ અમીરભાઇ લાલાણીએ સેમે.૪ માં આઠમુ સ્થાન, ભાવીકા દીલીપસિંહ ઝાલાએ સેમે.૩ માં ત્રીજુ સ્થાન, હીના પ્રવિણભાઇ ખોરાબાએ સેમે.૨ માં દસમું સ્થાન પ્રાપ્ત કરેલ હોવાથી આ તમામ વિદ્યાર્થીનીઓ તથા તેમના વાલીઓનું મહેમાનોના હસ્તે ટ્રોફી, સર્ટીફીકેટ આપી સન્માનિત કરાયેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

બ્યુરોચીફ (વેરાવળ) : તુલસી ચાવડા

Related posts

Leave a Comment