થરાદની રુક્ષમણીબેન ચંદુલાલ પરીખ હોસ્પિટલમાં તબીબોના અભાવને કારણે દર્દીઓ ભોગવી રહ્યા છે હાલાકી

હિન્દ ન્યૂઝ, થરાદ

ભણસાલી ટ્રસ્ટ સંચાલિત દ્વારા વર્ષોથી ચાલી રહી છે હોસ્પિટલ અને તમામ પ્રકારના રોગોમાં પીડાતા દર્દીઓની વર્ષોથી ચાલી રહી છે. આજીવન મેડિકલ માં સારવાર લેવા આવેલા દર્દીઓને સારવાર નહિ મળતાં દર્દીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે દર બુધવારે આવતા અલગ અલગ રોગોના તબીબો ક્યાંક ખોવાઈ ગયા છે એવું દર્દીઓ મા ચર્ચાઈ રહ્યું છે. ગાંધી લિંકન હોસ્પિટલ ડીસા દ્વારા સત્વરે તબીબો તેમજ મેડિકલ દવાઓ પુરી પાડવામાં આવે, તેવી દર્દીઓની માંગ ઉઠવા પામી છે અને દવાઓ નહિ મળતાં દર્દીઓને પરેશાન થઈ પરત ફરવાનો વારો આવ્યો છે અને ફરજ પરના તબીબોને હાજર નહિ રાખવામાં આવતાં સારવાર લેતા દર્દીઓને જીવનું જોખમ લઇ રહ્યા છે અને ખાનગી હોસ્પિટલોમાં ચાલતી ઉઘાડી લૂંટના કારણે આર.સી.પરીખ હોસ્પિટલમાં સારવાર ખાતે દર્દીઓ ને લઈ જઈ રહ્યા છે.

ખાનગી હોસ્પિટલોમાં કેશ ફી, લેબોરેટરી વગેરે મોંઘા ભાવથી આપવામાં આવતી દવાઓના કારણે દર્દીઓ લૂંટાઈ રહ્યા છે. આ હોસ્પિટલ માં જનરલ ઓપીડી, ગાયનેક, કાન-નાક-ગળું, બાળરોગ, પ્રસુતિ, માનસિક ડાયાબિટીસ, ટીબી વગેરે બીમારીના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા તેમજ આજે સારવાર તેમજ મેડિકલ દવાઓ નહિ મળતાં મોટી સંખ્યામાં દર્દીઓ હાલાકી ભોગવી સારવાર લીધા વિના પરત ફર્યા હતા. ભણસાલી ટ્રસ્ટ સંચાલિત દ્વારા સત્વરે નોંધ લેવામાં આવે તેવી પંથકની જનતા એ માંગ કરી છે.

રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment