રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી ના શાપર વેરાવળ ના ઢોલરા ગામની સિમ માંથી વિદેશી દારૂની ૧૫૭ પેટી સાથે બે શખ્સો ઝડપાયા

રાજકોટ,

કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન શાપર વેરાવળ પી.એસ.આઇ. એન.વી.હરિયાણી ની બાતમી ના આધારે દરોડો પાડી વિદેશી દારૂની ૧૮૯૧ બોટલ તથા મોબાઈલ ૨ કિ.રૂ. ૫૫૦૦ કુલ મળીને ૬.૬૬.૩૦૦ નો.મુદ્દામાલ જપ્ત કર્યો. રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા બલરામ મિણા ની સૂચના અન્વયે ગોંડલ DYSP પી.એ.ઝાલા ની સૂચના મુજબ શાપર(વે) પો સ્ટે. PSI કે.એ.ગોહિલ ના માર્ગદર્શન હેઠળ પ્રોહી પ્રવૃતિઓ નેસ્ત નાબૂત કરવા શાપર(વે) પો.સ્ટે. PSI એન.વી.હરિયાણી . તથા પો.હેડ.કોન્સ રોહિતભાઈ બકોત્રા તથા પો.કોન્સ માવજી ડાંગર તથા પો.કોન્સ રવિરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ રવુભાઈ ગિડા તથા પો.કોન્સ વિપુલભાઈ ગોહિલ પો.કોન્સ રવિરાજસિંહ વાળા અમે બધા સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસ અનુસંધાને લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોય જે લોકડાઉન ની અમલવારી તથા પ્રોહી ડ્રાઈવની કામરીગી સબબ.પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન PSI એન.વી. હરિયાણીને ખાનગી રાહે ચોક્કસ હકીકત મળેલ કે ઢોલરાગામ મા રહેતો હિમાંશુ પટેલ પોતાની વાડીએ ઇંગ્લિશ દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો રાખેલ હોય જેમાં નીચે મુજબનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.

રિપોર્ટર : વિનુંભાઈ ખેરાળીયા, રાજકોટ

Related posts

Leave a Comment