બોટાદ જિલ્લાના ઢસા ગામ ચોકડી ઉપર S. T બસ ના મુસાફરો રામભરોસે

ગઢડા,

ગઢડા તાલુકાના ઢસા ગામ ચોકડી ઉપર રાજકોટ ભાવનગર હાઈવે છે જ્યાં વરસો થી ગુજરાત ના તમામ જિલ્લા અને તાલુકામાંથી S. T બસ પસાર થતી હોય છે જ્યાં 24 કલાક ગુજરાતના છેવાડા સુધીના મુસાફરોની સતત અવર જવર રહેતી હોય છે તેમ છતાં આટલા વરસો સુધી ઢસાગામ ચોકડી ઉપર મુસાફરોને s. T. બસ ની કોઈપણ પ્રકારની પૂછપરછ માટે s. T તરફથી કંટ્રોલ પોઇન્ટ કે s. T કોઈ માણસ કે s. T. બસ નું સમય પત્રક પણ કયાય નથી.  જયારે ઢસા ગામ ચોકડીથી 3 km જેટલાં અંદર ઢસાજં માં s. T. નિગમ તરફથી કે સરકાર તરફથી હમણાં થોડાક સમય પહેલા જ્યાં વર્ષો થી જુના મોડલ માં બસ સ્ટેશન છે ત્યાં તદ્દન નવીનીકરણ કરીને ખુબજ મોટુ બસ સ્ટેન્ડ અને ત્યાં પૂછ પરછ માટે વર્ષોથી s. T. નિગમ તરફથી પૂછ પરછ માટે ટ્રાફિક કોન્ટ્રોલર ને બેસાડવા માં આવે છે અને ત્યાં ફક્ત ગારિયાધાર તરફ જતી અને આવતી બસોના મુસાફરો માટેજ ઉપયોગી થાય છે જ્યાં ફક્ત એકલ દોકલ બસ જ ઉપર થી આવતી જતી હોય છે ત્યારે ઢસા જં માં બનાવેલું તદ્દન નવું બસ સ્ટેન્ડ શોભાના ગાઠીયા સમાન બની રહે છે અને વિશેષ s. T. નિગમને ધ્યાનમાં લેવા જેવી બાબત તો એ છે કે ભાવનગર થી રાજકોટ સુધીમાં અને ગઢડા થી ગારિયાધાર સુધીમાં ભાવનગર તરફથી આવતી બસો બ્રેક ડાઉન થાય તો તેના રીપેરીંગ માટે આ રુટ ઉપર ઢસા થી 25 km ગઢડા અને ઢસા થી 35 km ગારિયાધાર અને ઢસા થી 60 km જસદણ અને ઢસા થી 50 km અમરેલી આવા અંતરેથી બ્રેક ડાઉન થયેલી બસોને સામાન્ય પંચર પડે કે અન્ય રેપિરીંગ હોય તો ઉપર જણાવ્યા મુજબના અંતરેથી રેપિરીંગ કરવા માટે સમય નો ખુબજ વ્યય અને s. T. નિગમ ને પણ આર્થિક નુક્સાનીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે લોકલાગણી ને માન આપીને ઢસા ગામ ચાર રસ્તા ઉપર s. T. ની મુસાફર જનતાને ઉપર મુજબ ની વ્યવસ્થા મળી રહે તે માટે ગુજરાત સરકાર અને s. T. નિગમેં લોકલાગણીને માન આપીને તાત્કાલિક વ્યવસ્થા કરવી જરૂરી બને છે.

રિપોર્ટર : આસિફ રાવાણી, ગઠડા

Related posts

Leave a Comment