મોરબી જિલ્લા ખાતે માલધારી યુવા સંગઠનની પૂરી ટીમે ગાયોને ઘાસ ખવડાવીને માનવતા મહેકાવી

મોરબી,

વિશ્વ સહિત આખા દેશમાં કોરોના જેવી મોટી મહામારી સાથે આખો દેશ લડી રહ્યું છે. ત્યારે ઘણા સેવાભાવી સંસ્થા દ્વારા સેવા કરવામાં આવે છે. તેના ભાગ રૂપે મોરબી જિલ્લામાં માલધારી યુવા સંગઠન ના રાજુભાઈ ગમારા તથા તેની પૂરી ટીમ વતી આજરોજ અલગ અલગ જગ્યાએ જઈને ગાયોને ઘાસ ખવડાવીને માનવતા મહેકાવી છે.

 

આવા કાર્ય માટે ગાયોને ઘાસ ખવડાવીને એક જીવદયા નો સંદેશો આપ્યો તે બદલ માલધારી યુવા સંગઠન મોરબી ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો તેમજ જીવનમાં આવી ગૌ સેવા કરતા રહો તેવી શુભકામનાઓ આપવામાં આવી.

રિપોર્ટર :  વિનોદ બાંભવા, મોરબી

Related posts

Leave a Comment