મહિલા અને બાળકલ્યાણ વિભાગની યોજનાકીય માહિતી પૂરી પાડતો શકિત મેળાનો આઈ.સી.ડી.એસ. સ્ટોલ

હિન્દ ન્યુઝ, રાજકોટ

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. દ્વારા મહિલા ઉત્કર્ષ, સ્વાવલંબન અને રોજગારીને લગતાં શકિત મેળાનું આયોજન રાજકોટમાં તા. ૧૦/૨/૨૦૨૨ થી તા. ૨૬/૨/૨૦૨૨ સુધી રેસકોર્સ મેદાન ખાતે કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જીલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના માર્ગદર્શન હેઠળ આઈ.સી.ડી.એસ. વિભાગનો પણ એક સ્ટોલ રાખવામાં આવ્યો છે. રાજય સરકારનાં આ વિભાગની કામગીરી અન્વયે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાનાં, સગર્ભાઓને તેમજ નવજાત બાળકોને મળવા પાત્ર તમામ લાભો વગેરે અંગે માહિતી પુરી પાડવામાં આવી રહી છે. તદઉપરાંત બાળકોને આંગણવાડીમાં પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. જે બાળાઓ આંગણવાડીમાં અભ્યાસ કરતી ન હોય તેને પણ ‘પૂર્ણા શક્તિ’ પાઉડરનાં એક કિલોના ચાર પેકેટ દર મહિને નજીકની આંગણવાડીમાંથી આપવામાં આવે છે. જે બાળાઓ ઉચ્ચ કક્ષામાં આવી ગઈ છે, તેવી બાળાઓને પણ આ લાભ મળવા પાત્ર છે. આ ઉપરાંત મહિલાઓમાં પોષણની કમી ન રહે તે માટે નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં વિના મૂલ્યે ચેકઅપ કરાવી જરૂરી વિટામિનની કમીની પૂર્તિ કરવાની ગોળીઓ કે ટીપા ની સુવિધા પણ આપવામાં આવે છે. સગર્ભા મહિલાઓમાં પ્રોટીનની કમી ન રહે અને તેમના થકી અવતરતા નવજાત શિશુઓથી રાજયનું તથા દેશનું ભવિષ્ય ઉજ્જવળ રહે, તે માટેની માહિતી આંગણવાડીમાંથી આપવામાં આવે છે. જ્યારે બાળક સાત મહિનાનું થાય ત્યારથી દર મહિને ‘બાલશક્તિ’ પાઉડરના પેકેટ દર મંગળવારે આપવામાં આવે છે.આ ઉપરાંત મહિલાઓ માટે અત્યંત જરૂરી આયોડિનથી ભરપૂર એવું કાળું મીઠું વિનામૂલ્યે ગ્રામિણ વિસ્તારમાં રહેતી મહિલાઓને આપાય છે, તેમ આંગણવાડીના સુપરવાઈઝર વર્ષાબેન દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment