તલાટીની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ઠંડી છાસનું પરીક્ષા કેન્દ્ર અને એસ.ટી. ડેપો ખાતે વિતરણ

ખંભાળીયા તાલુકા યુવા મોરચા દ્વારા તલાટીની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ઠંડી છાસનું પરીક્ષા કેન્દ્ર અને એસ.ટી. ડેપો ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું

હિન્દ ન્યુઝ, જામ ખંભાળીયા

    ગુજરાત પ્રદેશ યુવા ભાજપ ની સૂચનાથી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ વનરાજસિંહ વાઢેરના માર્ગદર્શન હેઠળ જામખંભાળિયા તાલુકા યુવા ભાજપ દ્વારા તલાટીની પરીક્ષામાં વિદ્યાર્થીઓના પરિક્ષા ના વિવિધ કેન્દ્ર પર આજરોજ યુવા ભાજપના દેશુર ધમા, ભરતભાઈ ડેર, ટ્વિંકલબેન આહીર, રામદે ડોડીયા, વિશેષ દેસાણી દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું.

     આ સેવાકીય પ્રવૃત્તિ ને પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓ એ બીરદાવી ને અભિનંદન પાઠવ્યા હતાં*

Related posts

Leave a Comment