પોળો ફોરેસ્ટમાં માહિતી ખાતાની ચિંતન શિબિર યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ગુજરાત પ્રેસ અકાદમી ગુજરાત રાજ્ય અને પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે માહિતી ખાતાના કર્મચારીઓ માટે સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોળોના જંગલમાં “પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો” વિષય પર એક દિવસીય પરિસંવાદ યોજાયો હતો.

પ્રકૃતિના સાન્નિધ્યમાં યોજાયેલી આ ચિંતન શિબિરમાં પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો’ વિષય પર ગુજરાત સમાચારના ચીફ રિપોર્ટર મુકુંદ પંડ્યા અને BBCના વરિષ્ઠ પત્રકાર શ્રી ભાર્ગવ પરીખે તેમના અનુભવોની આધારે પત્રકારત્વ અને લેખન કૌશલ અંગે વક્તવ્ય આપ્યું હતું

આ ઉપરાંત લેખન કૌશલ્યને વધુને વધુ લોકાભિમુખ અને અસરકારક બનાવવા અંગે તેમજ અસરકારક પ્રત્યાયન અંગે ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ તેમજ અધિક માહિતી નિયામક પુલક ત્રિવેદીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

શિબિર અંગે સ્વાગત પ્રવચન પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના નાયબ માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાય એ કર્યું હતું. આભારવિધિ સાબરકાઠાના ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક નિધીબેન જયસ્વાલે કર્યું હતું.

શિબિર અંગેના પ્રતિભાવો પાલનપુરના નાયબ માહિતી નિયામક અમિત ગઢવી, ભાવનગરના નાયબ માહિતી નિયામક ચિંતન રાવલ અને પાટણના ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક કુલદીપ પરમારે આપ્યા હતા.

શિબિરનું સંચાલન ઉમંગ બારોટ અને વિવેક ગોહિલે કર્યું હતું.

ગુજરાત  બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment