ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર તલાટી કમ મંત્રી પરીક્ષાને લગત આનુષંગિક પુછપરછ માટે તંત્ર દ્વારા હેલ્પલાઇન અને કંટ્રોલરૂમ કાર્યરત કરાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર

     ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક:૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત મંત્રી (તલાટી કમ મંત્રી) ની સ્પર્ધાત્મક લેખિત કસોટી આગામી તા.૦૭/૦૫/૨૦૨૩, રવિવારના રોજ બપોરે ૧૨-૩૦ થી ૦૧-૩૦ કલાક દરમિયાન ભાવનગર જિલ્લામાં ૯૨ પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે. જેમાં ૮૭૮ વર્ગખંડોમાં કૂલ ૨૬,૩૪૦ ઉમેદવારો આ પરીક્ષામાં ઉપસ્થિત રહેવાના છે.

આ પરીક્ષાનાં ઉમેદવારોને પરીક્ષાને લગત તમામ આનુષંગિક પુછપરછ માટે ભાવનગર જિલ્લામાં ટેલિફોનીક હેલ્પલાઇન અને કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. જેમાં તા.૦૭/૦૫/૨૩ કચેરી સમય દરમ્યાન ઉમેદવારો માટે હેલ્પલાઇન (૦૨૭૮) ૨૪૨૮૮૬૪, ૯૯૭૪૪૨૨૯૮૧, ૮૧૪૦૩૩૬૨૪૨, ૯૭૧૪૫૩૪૮૨૧ અને તા.૦૭/૦૫/૨૩ સવારનાં ૬-૦૦ કલાક થી કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી પરીક્ષાનો મુખ્ય કંન્ટ્રોલરૂમ નંબર (૦૨૭૮) ૨૪૨૮૮૬૪, ૯૫૩૭૮૯૦૨૬૨, ૯૪૨૭૫૦૩૦૯૬ બહાર પાડવામાં આવેલ છે.

Related posts

Leave a Comment