હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
આંબાવાડીમાં મધિયો/હોપર અને થ્રીપ્સનો ઉપદ્રવ જોવા મળે તો બાગાયત વિભાગના સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર મેંગો તાલાલા દ્વારા આંબાપાકની ખેતી કરતા ખેડૂત મિત્રોને ઉપદ્રવ નિયંત્રણ માટે કેટલીક ભલામણો કરવામાં આવી છે.
આ ભલામણો અનુસાર બુફ્રોફેંજીન ૨૫% SC ૧૦૦૦ મી.લી અથવા ડેલ્ટામેથ્રિન ૨.૮% EC ૫૦૦ મી.લી અથવા ઇમીડાક્લોપ્રિડ ૧૭.૮% SL ૪૦૦ મી.લી અથવા લેમડાસાયહેલોથ્રીન ૫% EC ૧૦૦૦ મી.લી અથવા ટોલ્ફેનપાયરાડ ૧૫% EC ૨૦૦૦ મી.લી.પ્રતિ ૧૦૦૦ લીટર મુજબ છંટકાવ કરવાનો રહેશે.
આ ઉપરાંત ભુકીછારાના નિયંત્રણ માટે હેક્ઝાકોનાઝોલ ૫% SC @૧૦૦૦ મી.લી. અથવા પ્રોપીકોનાઝોલ ૨૫% EC૧૦૦૦ મી.લી. પ્રતિ ૧૦૦૦ લીટર પાણી મુજબ ૨૦ દિવસના અંતરે છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.
ઉપરોક્ત ભલામણો ફ્રૂટ સેટ થયા બાદની હોવાથી જો ફ્લાવરીંગ સ્ટેજ હોય તો નીમ ઓઇલ અથવા જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરવો તેમજ વધુ માહિતી માટે સેન્ટર ઓફ એક્સેલેન્સફોર મેંગો તાલાલાનો ૦૨૮૭૭-૨૯૬૧૨૯ નંબર પર સંપર્ક કરવો.