મહેસાણા જિલ્લાની 13 વ્યાજબી ભાવની દુકાનો શરૂ કરવા માટે 14 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, મહેસાણા

મહેસાણા જિલ્લાની 13 વ્યાજબી ભાવની દુકાનો શરૂ કરવા માટે જાહેરનામું પુરવઠા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. જેમાં ઉંઝા તાલુકાનું વિશોળ (સામાન્ય), મહેસાણા તાલુકાના જોરણંગ 1, જોરણંગ 2, છઠીયારડા 1, છઠીયારડા 2, પાલાવાસણા અને રામોસણ 2 માટે (સામાન્ય ઉમેદવારો), બોરીઆવી 1 અને પાંચોટ-3 માટે (બક્ષીપંચ ઉમેદવારો ), વિસનગર તાલુકાના પાલડી માટે (બક્ષીપંચના ઉમેદવારો), કમાણા 1 માટે (સામાન્ય ઉમેદવારો), સતલાસણા તાલુકાના સરદારપુર (ચિ)-કેશરપુરા-દુલાણા માટે (સામાન્ય ઉમેદવારો) સહિત ખેરાલુ તાલુકાના પાન્છા ગામે બક્ષીપંચના ઉમેદવારો નવીન દુકાનો માટે 14 ફેબ્રુઆરી સુધીમાં અરજી કરી શકે છે. જેમાં છઠીયારડા 01 અને 02 માટે અપીલ થયેલ હોઇ જેતે નિર્ણય ઉમેદવારોને બંધન કર્તા રહશે. કોરા અરજીપત્રકો સંબધિત તાલુકાની મામલતદાર કચેરીએથી રૂબરૂમાં મેળવી 14 ફેબ્રુઆરી સુધીમાં તાલુકા મામલતદાર કચેરીએ પહોંચડાવાના રહેશે. અરજીપત્રક ઉપ રૂ.20 ની કિંમતનો નોન જ્યુડીશીયલ એડહેસીવ સ્ટેમ્પ લગાવાવનો રહેશે. વ્યાજબી ભાવના દુકાન સંચાલક કે સંસ્થાએ ફરજીયાત પણે કોમ્પ્યુટર, લેપટોપ, હેન્ડ હેલ્ડ ટર્મીનલ, પ્રિન્ટર અને બાયોમેટ્રિક ડીવાઇસ તથા ઇલેક્ટ્રોનિક વજન કાંટો વસાવાવનો રહેશે. વ્યાજબી ભાવના અગ્રતાક્રમ સહિતના નિયમો સરકારના પરીપત્ર મુજબ દુકાન ફાળવવામાં આવશે. આ અંગેની વધુ વિગતો સંબધિત મામલતદારની કચેરીમાં મળી રહશે તેમ જિલ્લા કલેકટર મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment