રાજકોટ શહેર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઉત્તરવહી ચકાસણીનો આજથી પ્રારંભ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨.૫.૨૦૨૦ ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવાયેલી સેમ-૬ની મોટાભાગની પરીક્ષા લેવાઈ ચૂકી છે. જેની ઉત્તરવહીની ચકાસણીની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોલ ખાતે રાજકોટ જિલ્લાના ૬૬ અધ્યાપકો આવ્યા હતા. અને પેપર ચકાસણીની કામગીરી શરૂ કરી હતી. બીજા જિલ્લાના અધ્યાપકો રાજકોટ સુધી લંબાવવું ન પડે અને તેના જ જિલ્લામાં તેઓ પેપર ચકાસી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સુરેન્દ્રનગર અને જામનગર એમ બે જગ્યાએથી કલેકટરની મંજૂરી મળી ગઈ છે. અને આવતીકાલ સુધીમાં મોરબી અને અમરેલીમાં પણ કલેકટરની મંજૂરી મળ્યા બાદ અન્ય ચાર જિલ્લાઓમાં પણ રાજકોટ ખાતેથી ઉત્તરવહી મોકલી આપવામાં આવશે. અધ્યાપકોને પોતાના શહેરમાં રહીને પેપર ચકાસણીની કામગીરી શરૂ કરવાની રહેશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment