રાજકોટ શહેર લોકડાઉન હોવા છતા લોધિકા તાલુકાની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવ્યા

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨.૪.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામની શ્રી.સ્વામિ વિવેકાનંદ પ્રાથમિક શાળામાં લોકડાઉનના લીરે લીરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે. લોકડાઉન અને વેકેશન હોવા છતાં સરકારી પ્રાથમિક શાળા કરવામાં આવી ચાલુ હોવાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ જીલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામની શ્રી.સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળામાં ધો-૧ થી ૮ ના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને એકત્ર કરવામાં આવ્યા હોવાનો વીડિયો સામે આવતા તમામ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ શાળામાં બોલાવવા બાબતે શાળાના આચાર્યએ મૌન સેવ્યું છે. લોધિકા તાલુકાની પારડી ગામની સ્કૂલનો વીડિયો ગામ લોકોએ વાઈરલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment