ગઢડા તાલુકા ના ઢસા જંકશનમાં શાકભાજી તેમજ ફ્રૂટ દરરોજ વેચવાની મંજૂરી મળી

ઢસા, ગઢડા

ગઢડા તાલુકાના ઢસા જંક્શનમાં આવેલ રામજી મંદિર પાસે ધર્મશાળા, શોપીઁગ સેન્ટરમાં દરરોજ સવારના 07.00 વાગ્યા થી 11.00 વાગ્યા સુધી બોટાદ જિલ્લા કલેકટરના આદેશ મુજબ શાકભાજી તેમજ ફ્રૂટ દરરોજ વેચવાની પરવાનગી આપેલ છે. તેમજ ઢસા ડી.વાય.એસ.પી. ગામિત, સરપંચ ભરતભાઇ કટારિયા એ વેપારીઓને ખાસ જણાવેલ છે કે ગ્રાહક સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે તેમજ વેપારીઓને માસ્ક તેમજ ગ્લોઝ પહેરવા જણાવ્યું છે. કોરોનાની મહામારીને લીધે અહી અંદાજે 15 ગામડાઓમાંથી લોકો શાકભાજી ફ્રૂટની ખરીદી કરવા આવે છે, તેમજ પહેલા દિવસે વેપારી એસોસિએશનના પ્રમુખ રાજાભાઈ ટીલવાણી, હુસૈન શૈખ, સુંદરમલ તેમજ અન્ય ફળફળાદી, શાકભાજીના વેપારીઓએ ખુશી વ્યક્ત કરી છે તેમજ રાજય સરકાર ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

રિપોર્ટર : આસિફ રાવાણી,

Related posts

Leave a Comment