લવાણા ગામે જન્મ દિવસ નિમિત્તે ગરમ ધાબળા નું વિતરણ

હિન્દ ન્યૂઝ, દિયોદર

વિચરતી વિમુક્ત જાતિ ના ભારત સરકાર ના મેમ્બર મિતલ પટેલ નો આજે જન્મ દિવસ હોવાથી આજે બનાસકાંઠા જિલ્લા ના સંયોજક નારણ રાવળ દ્વારા એક જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરાઈ હતી. જેમાં લવાણા ગામે જરૂરિયાત મંદો ને ગરમ ધાબળા નું વિતરણ કરી જન્મ દિવસ ઉજવ્યો હતો. જેમાં લવાણા ગ્રામ પંચાયત ના સરપંચ રમાભાઇ પઢીયાર, એડવોકેટ નવલસિંહ વાઘેલા વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જન્મ દિવસ ની ઉજવણી કરી હતી.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment