હિન્દ ન્યૂઝ, દેવગઢ બારીયા
દાહોદ એસ.ઓ.જી. તથા દેવગઢ બારીયા પોલીસ ગત રાતે દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલ ટેક્ષ નાકા પરથી મારુતિ સ્વિફ્ટ ગાડી માંથી પાસ પરમીટ વગરનો રૂપિયા 24,45,300 ની કિંમત નો અફીણ નો જથ્થો જડપી પડી ગાડી મા બેઠેલા ત્રણ જાણ પૈકી બે રાજસ્થાની ઈસમો ની અટક કરી એક મોબાઈલ તથા ત્રણ લાખની કિંમતની મારુતિ સ્વિફ્ટ ગાડી મરી કુલ રૂ. 27,60,300 નો મુદ્દમાલ કબજે લઇ ત્રણ રાજસ્થાની ઈસમો વિરૂદ્ધ નાર્કોટિક્સ નો ગુનો નોંધી આરોપીઓને કોરોના અંગે નો ટેસ્ટ કરાવી રિપોર્ટ આવી એ થી આરોપીઓને અટક કરવાની તજવીજ હાથ ધરી છે. રાજસ્થાન બાજુની સ્વીફ્ટ રાજસ્થાન પારસિંગ સ્વીફ્ટ ગાડી માં અફીણ નો જથ્થો ગુજરાતમાં લવાતો હોવાની દાહોદ એસ.ઓ.જી. બાતમી મળી હતી. બાતમી મા દર્શાવેલ રાજસ્થાનના પારસિગ ની આર. જે.27. સી એફ 8327 નંબર ની ગ્રેનાઈટ ગ્રે કલરની મારુતિ સ્વિફ્ટ વિદીઆઇ ગાડી નજીક આવતા જ પોલીસે તે ગાડી ઘેરી લીધી હતી. ગાડીમાં બેઠેલા રાજસ્થાન ના જાલોર જીલ્લા ના સાચોર ગામના ઓમ પ્રકાશ બાબુલાલ સારણ (બિશનોઇ) રાજસ્થાન જાલોર જિલ્લાના સૂરજ નાણીયાડી ધાણીપુર ગામના મનોહરલાલ સંગમરામ સારણ ની અટક કરી હતી. જ્યારે રાજસ્થાન જાલોર જિલ્લાના હરસવડા ગામના દીપારામ ઉદારામ બિસનોઈ પોલીસ ને ચકમો આપી અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો. પોલીસે ગાડીની તલાશી લય ગાડી માંથી રૂ. 24,45,300/- ની કિંમત નો પાસ પરમીટ વગર નું 24,453 કિં. ગ્રામ અફીણ તથા 15000 કિંમત ના મોબાઇલ ફોન ઝડપી પાડી રૂ. ત્રણ લાખની કિંમતની સ્વિફ્ટ ગાડી મળી રૂ. 27,60,300/- નો મુદદામાલ કબજે લઇ પકડાઈ બંને આરોપીઓને કોવિડ -૧૯ અંગેનો ટેસ્ટ કરાવી રિપોર્ટ કરી આરોપીઓને અટક કરવાની તજવીજ હાથ ધરી છે.
રિપોર્ટ : અનસ ટુણીયા, દેવગઢ બારીયા