હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા,
બનાસકાંઠા જિલ્લા ના દિયોદર તાલુકા ના રૈયા ગામમાં થોડા દિવસ અગાઉ અનુસૂચિત જાતિની યુવતીની છેડતી કરી એમના પરીવાર પર હુમલો કરાયો હતો એ બાબતે પરિવાર જનો દ્વારા ન્યાય માટે અરજદાર દ્વારા મીડિયા સમક્ષ જણાવી પોતાની વેદનાં જણાવી હતી ત્યારે આજે
બનાસકાંઠા બહુજન સમાજ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ એડવોકેટ પી.આર.સોલંકી દ્વારા પરિવારને ન્યાય મળે એ માટે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવાની ખાત્રી આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે પોલીસ છેડતી જેવી ઘટનાઓને ગંભીરતા થી લેતી નથી. જેથી ગંભીર પરિણામ આવી શકે છેડતીનો બનાવ ગંભીર રૂપ લયી શકે મહિલા સુરક્ષા માટે ની વાતો કરતી સરકાર કેમ ચૂપ છે ? જે દીકરીને છેડતી કરવામાં આવી છે તેજ દિકરીને આરોપી બનાવી રહી છે અને પીડિત ના ભાઈને ફેક્ચર છે છતાં પોલીસ સર્ટી લેવા દવાખાના પણ ગયા નથી અને આરોપીને બચાવવાની પેરવી કરી રહયા એવું લાગી રહ્યા છે. અનુસૂચિત જાતિના લોકો પર ખોટી રીતે ફરિયાદ દાખલ કરી ને મહિલાઓને પણ આરોપી બનાવીને છેડતી તથા એકરોસીટીની ઘટના ને દબાવવાનો પ્રયત્ન થયી રહ્યા છે. જો યોગ્ય કાર્યવાહી તથા દિકરીના પરિવાર જનોને ન્યાય નહિ મળે તો આગળની કાનુની લડત બહુજન સમાજ પાર્ટી લડશે તેવું પી. આર. સોલંકી દ્વારા જણાવ્યું હતું.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર