દર સપ્તાહની થીમ પર ઓરિજિનલ રીલ બનાવો

હિન્દ ન્યુઝ, કચ્છ       રાજ્યની પ્રાચીન અને ઐતિહાસિક ધરોહર સમા વડનગરના ભવ્ય ઇતિહાસ, આધ્યાત્મિક વારસા અને સાંસ્કૃતિક વૈભવને આ પવિત્ર શ્રાવણ માસમાં તમારી લાગણી, શ્રદ્ધા અને સર્જનાત્મકતાને રીલ દ્વારા વ્યક્ત કરવાનો અવસર. દર સપ્તાહની થીમ પર ઓરિજિનલ રીલ બનાવો અને તમારી સર્જનાત્મકતા સમગ્ર ગુજરાત સુધી પહોંચાડો. 📝 ભાગ લેવાની પ્રક્રિયા 1️⃣ રીલ બનાવો આ સપ્તાહની થીમ પર સંપૂર્ણ ઓરિજિનલ રીલ તૈયાર કરો. 2️⃣ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો રીલને તમારા Instagram અથવા YouTube એકાઉન્ટ પર અપલોડ કરો અને પોસ્ટને Public રાખો. 3️⃣ MyGov માં લૉગિન કરો https://secure.mygov.in/task/shravanotsav-2026-reel-competition લિંક દ્વારા…

Read More

જાગૃત વિદ્યાર્થી, સ્વસ્થ સમાજ

હિન્દ ન્યુઝ, અમદાવાદ      અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અંતર્ગત ન્યુ બહેરામપુરા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા દાણીલીમડા ગુજરાતી શાળા નં. 4 ખાતે મેડિકલ ઓફિસર અને RBSK મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ પાણીજન્ય અને વાહકજન્ય રોગો અંગે આઈઈસી જાગૃતિ કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓને સ્વચ્છતા, શુદ્ધ પીવાનું પાણી, મચ્છરજન્ય રોગોથી બચવાના ઉપાયો અને આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આજની જાગૃતિ, આવતીકાલનું સ્વસ્થ ભવિષ્ય.

Read More

આદિજાતિ સમુદાયના આરોગ્યને મળ્યું ‘સંજીવની’ કવચ, 

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના અનુસૂચિત જનજાતિ સમુદાયના ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે ગુજરાત સરકારનો સંવેદનશીલ અને કલ્યાણકારી નિર્ણય; આદિજાતિ દર્દીઓને ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને રોબોટીક સર્જરી માટે વિશેષ યોજના હેઠળ મા-આયુષ્માન કાર્ડની મર્યાદા ઉપરાંતનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે. કીડની, લીવર, હૃદય અને પેનક્રિયાઝ વગેરેના અંગ પ્રત્યારોપણ (ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ) કરવા માટે તેમજ તે માટે રોબોટીક શસ્ત્રક્રિયા સહિતના ઑપરેશનો માટે સહાય આપવા વર્ષ 2026/27 માટે આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વર્ષે ₹2.00 કરોડનું બજેટ મંજૂર કરાયું.

Read More

સંતરામપુર -ઝાલોદ રોડ પર સમારકામ કરી વાહનવ્યવહાર સુચારુ કરાયો

હિન્દ ન્યુઝ, દાહોદ     વરસાદથી અસરગ્રસ્ત માર્ગોના માર્ગ અમે મકાન વિભાગ સ્ટેટ દ્વારા ઝડપથી સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. સંતરામપુર ઝાલોદ રોડ વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત બન્યો હતો. આથી આ રોડ પર તત્કાલ ઇકોફિક્સ મટીરીયલથી પેચવર્ક કરીને રોડ મોટરેલબલ કરી દેવામાં આવ્યો છે.પેચવર્ક તથા સમારકામની કામગીરી કરી વાહનવ્યવહાર સુગમ કરવામાં આવ્યો છે.

Read More

જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટના અધ્યક્ષ સ્થાને આઈ.સી.ડી.એસ ની ગ્રીવન્સ કમીટીની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ    જિલ્લા વિકાસ અધિકારી હિરેન બરોટના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સી.ડી.પી.ઓ અને આંગણવાડી કાર્યક્રર બહેનો અને તેડાઘર બહેનોની ગ્રીવન્સ કમીટીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આંગણવાડી કાર્યક્રર અને તેડાઘર બહેનોના પ્રતિનિધિ દ્વારા વિવિધ મુદ્દાઓ આંગણવાડી કાર્યક્રર બહેનોના ગેજ્યુટીના પડતર કેસો ગરમ નાસ્તા, મકાન ભાડું, ગેસ રિફિલિંગ, પોષણ સુધા, ગ્રેજ્યુઇટી તમામ બિલો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી પોષણ ટ્રેક્ટ એપ્લીકેશનમા ટેક્નિકલ સમસ્યા AVT એપ્લિકેશન સહિત યોજનાના સ્ટોકના પ્રશ્નો બિલોના પ્રશ્નો સહિત મુદાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટ એ દાહોદ જિલ્લાના તમામ સી.ડી.પી.ઓ…

Read More

લખપત-કોટેશ્વર રોડ પર પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવરને જોડતા રૂ. ૧૪ કરોડના ખર્ચે નિર્માણાધિન કનોજ મેજર બ્રિજની કામગીરી પૂરજોશમાં

હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લામાં લખપત-કોટેશ્વર રોડ પર આવેલ પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવરને જોડતો કનોજ મેજર બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તેને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક નાગરિકોની રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકાર દ્વારા આ બ્રિજના નવનિર્માણ માટે તાત્કાલિક ધોરણે મંજૂરી આપવામાં આવી હતી. જેને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરી નકશા અને અંદાજો તૈયાર કરીને બાકીની તમામ પ્રક્રિયાઓ સત્વરે પૂર્ણ કરીને એજન્સીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. અંદાજિત રૂ. ૧૪ કરોડના ખર્ચે મંજૂર થયેલા આ બ્રિજના કામની હાલમાં પાઈલની કામગીરી પૂર્ણ…

Read More