હિન્દ ન્યુઝ, દાહોદ ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, દાહોદ ખાતે ISTE ચેપ્ટર અંતર્ગત પ્રથમ વર્ષ B.E. ના વિદ્યાર્થીઓ માટે “ડિઝાઇન થિંકિંગ” વિષય પર એક વિશેષ નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇન્નોડેસ્ક ડિઝાઇનોવેશન સર્વિસિસના સ્થાપક અને GTU સ્ટાર્ટ-અપ કોચ કર્મજિતસિંહ બિહોલાએ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ઇનોવેશન અને નવીન વિચારસરણી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ ક્ષેત્રે સફળતા મેળવવા માટે માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતું નથી, પરંતુ વ્યવહારુ સમસ્યાઓના અસરકારક ઉકેલ માટે યુઝર એમ્પથી (AEIOU ફ્રેમવર્ક), સ્કૅમ્પર (SCAMPER) પદ્ધતિ તથા પ્રોટોટાઇપિંગ જેવા સાધનોનો ઉપયોગ…
Read MoreMonth: August 2026
સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ સરકારી ઇજનેરી કોલેજ, દાહોદ ખાતે વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવા માટે માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ, માર્ગ સલામતીના ચિહ્નો તથા અકસ્માત સમયે માનવતાપૂર્ણ મદદ અંગે જાગૃત કરવાનો હતો. આ કાર્યક્રમમાં એસ. કે. ગામીત (RTO), એન. એસ. કડિયા (ARTO), એન. સી. પટેલ (IMV) તેમજ ઇન્ટરસેપ્ટર વાનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, એમ. કે. દામા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, જિલ્લા ટ્રાફિક શાખા, દાહોદ તથા હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ સોમાભાઈ, જિલ્લા ટ્રાફિક શાખા, દાહોદ દ્વારા પણ વિદ્યાર્થીઓને માર્ગ…
Read Moreગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડના ૫૦ વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતી મહોત્સવ યોજાયો
GSFDCના ગૌરવવંતા ૫૦ વર્ષ હિન્દ ન્યુઝ, બરોડા ઉત્કૃષ્ટ કામગીરી કરેલા ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમના નિવૃત અને કાર્યરત અધિકારી-કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ દ્વારા પોતાની સ્થાપનાના પચાસ વર્ષ થવાના સુવર્ણ જયંતી ઉજવણી કાર્યક્રમનું વિશેષ આયોજન બરોડા પ્રોડક્ટિવિટી કાઉન્સિલ, અલકાપુરી ખાતે GSFDCના મેનેજીંગ ડાયરેક્ટર ડૉ. એ.પી.સિંહના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નિગમની છેલ્લા પાંચ દાયકાઓની વર્ષ ૧૯૭૬ થી ૨૦૨૬ સુધીની સુવર્ણ સફર, વન સંરક્ષણ, વનવાસીઓનો સર્વાંગી વિકાસ અને તેમની આજીવિકા માટે કરવામાં આવેલા ઉત્કૃષ્ટ કાર્યોની વિગતવાર જાણકારી આપવામા આવી હતી.…
Read Moreજામજોધપુર ખાતે આંગણવાડી કાર્યકરો માટે ‘સાયબર ક્રાઇમ અને ડિજિટલ સુરક્ષા’ અંગે જાગૃતિ તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર ડિજિટલ યુગમાં સતત વધતા જતા ઓનલાઇન ફ્રોડ અને સાયબર ક્રાઇમ સામે રક્ષણ મેળવવા તેમજ ગ્રામીણ ક્ષેત્રે સુરક્ષાનું કવચ મજબૂત કરવાના આશયથી જામજોધપુર ખાતે તાલુકાની તમામ આંગણવાડી વર્કરો માટે ‘સાયબર ક્રાઇમ અને ડિજિટલ સુરક્ષા’ વિષયક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ICDS વિભાગ તેમજ સાયબર ક્રાઇમ પોલીસ વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી તમામ કાર્યકરોને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલીમ દરમિયાન સાયબર નિષ્ણાતો દ્વારા દૈનિક ડિજિટલ વ્યવહારોમાં રાખવાની થતી સાવચેતીઓ અંગે માહિતી આપતાં જણાવાયું હતું કે, કોઈપણ અજાણી કે શંકાસ્પદ વ્યક્તિ સાથે બેંક…
Read Moreગાંધીનગરનો સંકલ્પ: “માનવતાનું એક કદમ, ટીબી ખતમ!”
હિન્દ ન્યુઝ, ગાંધીનગર શું તમે કોઈના જીવનમાં આશાનું કિરણ બનવા માંગો છો? તમારો એક નાનો પ્રયાસ કોઈનું આખું જીવન બચાવી શકે છે! ગાંધીનગર જિલ્લાને સંપૂર્ણપણે ટીબી મુક્ત કરવા માટે જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા એક વિશેષ અપીલ કરવામાં આવી છે. ટીબીના દર્દીઓને દવાની સાથે યોગ્ય પૌષ્ટિક આહારની ખૂબ જરૂર હોય છે, અને આ માટે ‘નિ-ક્ષય મિત્ર’ બનીને દર્દીઓને દત્તક લેવાની સુંદર પહેલ શરૂ કરવામાં આવી છે. ‘નિ-ક્ષય મિત્ર’ બનીને તમે કેવી રીતે મદદ કરી શકો? દર્દીને દત્તક લો: ૧ કે તેથી વધુ દર્દીઓને અનુકૂળતા મુજબ દત્તક લઈ તેમની પોષણ કીટની…
Read Moreટેક્નોલોજીના માધ્યમથી યુવાનો માટે ઉજ્જ્વળ ભવિષ્યનું નિર્માણ કરવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે USA પ્રવાસના ત્રીજા દિવસે પર્પ્લેક્સિટીના CEO અરવિંદ શ્રીનિવાસ સાથે વન-ટુ-વન બેઠક યોજીને ગુજરાતમાં એન્જિનિયરિંગ તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પર્પ્લેક્સિટીની પ્રેઝન્સ સ્થાપવાની સંભાવનાઓ અંગે ચર્ચા-વિચારણા કરી. અરવિંદ શ્રીનિવાસે ગુજરાતમાં ડેટા સેન્ટર સેટ-અપ અથવા ડેવલપર અને પર્પ્લેક્સિટી વચ્ચે હાઇબ્રીડ સેટ-અપની દિશામાં પણ રસ દાખવ્યો.
Read Moreડાંગ જિલ્લાના કર્મચારીઓએ બેડમિન્ટનમાં રચ્યો ઇતિહાસ: બે ખેલાડીઓ નેશનલ ગેમ્સ માટે પસંદ, એક ખેલાડી વેઇટિંગમાં પ્રથમ
હિન્દ ન્યુઝ, ડાંગ આગામી ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીઝ નેશનલ ગેમ્સ, ૨૦૨૬માં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે ડાંગ જિલ્લાના કર્મચારીઓએ શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. ગાંધીનગર ખાતે યોજાયેલી ‘અખિલ ભારતીય મુલ્કી સેવા બેડમિન્ટન પસંદગી સ્પર્ધા’ માં ડાંગ જિલ્લાના બે ખેલાડીઓની રાજ્યની ટીમમાં પસંદગી થઈ છે, જ્યારે એક ખેલાડીએ વેઇટિંગ લિસ્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. સચિવાલય જીમખાના, સેક્ટર-૨૧, ગાંધીનગર ખાતે તારીખ ૧૭, ૧૮, અને ૧૯ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ‘અખિલ ભારતીય મુલ્કી સેવા બેડમિન્ટન પસંદગી સ્પર્ધા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સરકારી માધ્યમિક શાળા, આહવાના આચાર્ય શ્રી પ્રજેશ બી. ટંડેલના…
Read More‘જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ’ની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, પાલનપુર પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ’ની બેઠક યોજાઈ. જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોકપ્રશ્નો અને વિકાસકામો અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી. કલેક્ટરએ ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ યોગ્ય સંકલન સાધીને તમામ પ્રશ્નોનો ઝડપી અને સરાહનીય ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી. આ બેઠકમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધારાસભ્યઓ, ડી.ડી.ઓ. એમ. જે. દવે તથા જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Moreકચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ નારણપર રોહા ખાતે પ્રાથમિક શાળાની મુલાકાત લઈને મધ્યાહન ભોજનનો આસ્વાદ માણ્યો
હિન્દ ન્યુઝ, કચ્છ કચ્છ જિલ્લામાં શિક્ષણ અને બાળકોના પોષણ સ્તરને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટીતંત્ર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે આજરોજ કલેક્ટરએ નારણપર રોહા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે શાળાના બાળકો અને સ્ટાફ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. આ મુલાકાતની સૌથી ધ્યાન ખેંચનારી બાબત એ રહી હતી કે, કલેક્ટર અનિલ રાણાવસિયાએ શાળામાં ચાલતી મધ્યાહન ભોજન યોજનાની કામગીરીની જાત તપાસ કરી હતી. તેમણે સરકારના નિર્ધારિત મેનુ મુજબ રસોઈયા બહેનો દ્વારા બનાવેલા ‘પૌંઆ’નો સ્વાદ માણ્યો હતો.…
Read Moreજિલ્લા કલેક્ટરે રતનપુર ગામની પ્રત્યક્ષ મુલાકાત કરી અને પંચાયતના રેકર્ડની સામાન્ય દફતર તપાસણી હાથ ધરી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગ્રામ્ય સ્તરે વહીવટી પારદર્શિતા અને જનસુવિધાઓની સ્થિતિની જાતતપાસ અર્થે ગાંધીનગર જિલ્લા કલેક્ટરએ ગાંધીનગર તાલુકાના રતનપુર ગામની પ્રત્યક્ષ મુલાકાત કરી અને પંચાયતના રેકર્ડની સામાન્ય દફતર તપાસણી હાથ ધરી હતી. સાથે જ, ગામના અગ્રણીઓ સાથે GIFT City ના વિકાસથી ગામને મળેલા લાભો તેમજ પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, પાકા રસ્તા, વીજળી અને બાંધકામ સંબંધિત પ્રશ્નો અંગે સંવાદ સાધ્યો હતો. વિશેષમાં, કલેક્ટરએ ગામની શાળા, આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીની મુલાકાત લઈ આંગણવાડી બહેનો સાથે ગામમાં કુપોષણની સ્થિતિ અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ ગૌચર અને સરકારી પડતર જમીનની…
Read More