હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં હવે વરસાદે વિરામ લીધો છે. વરસાદના કારણે જિલ્લામાં કેટલાક માર્ગો ક્ષતિગ્રસ્ત થતાં વાહનચાલકોને પડતી અગવડતા દૂર કરવા માર્ગ અને મકાન વિભાગ પ્રતિબદ્ધ છે. હાલ વરસાદ બંધ થતાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા માર્ગોના દુરસ્તીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિભાગ દ્વારા જરૂરી મશીનરી અને માનવબળ સાથે વેરાવળ-તાલાલા રોડ પર પેચ મિક્સિંગ કરવામાં આવ્યું હતું. વરસાદે વિરામ લેતા સિમેન્ટ-કોંક્રિટના પેચ મિક્સિંગ વર્કની સતત કામગીરી કરવામાં આવી રહી છે.
Read MoreMonth: August 2026
સૂત્રાપાડા તાલુકાના વાસાવડ ગામે ખેડૂત શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, સૂત્રાપાડા ગીર સોમનાથ નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા સૂત્રાપાડા તાલુકાના વાસાવડ ગામે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તબક્કાવાર ખેતી વિશે જાણકારી તેમજ વિવિધ યોજનાકીય સહાય વિશે અવગત કરાવવામાં આવ્યાં હતાં. આ શિબિરમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી તેમજ સરકારની બાગાયત ખાતાને સંલગ્ન વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલિમ કાર્યક્રમમાં બાગાયત અધિકારી શ્રી એ.સી.દવેરાએ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાનાં લાભો અંગે માહિતી આપી હતી તેમજ પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો અંગે પણ વિગતવાર માહિતી આપી હતી અને…
Read Moreઆંકોલવાડી ખાતે વિદ્યાર્થીનીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઈજીન, ગુડ ટચ–બેડ ટચ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “નારી વંદન ઉત્સવ” નિમિતે “બેટી બચાવો, બેટી પઢાવો દિવસ”ની ઉજવણી અંતર્ગત તાલાલા તાલુકાના આંકોલવાડી સ્થિત વિનયમંદિર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીનીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઈજીન, ગુડ ટચ–બેડ ટચ તથા પી.સી.પી.એન્ડ.ડી.ટી કાયદા અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં DHEW (ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વિમેન)ના જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી ચિંતન ગોંડલિયાએ “બેટી બચાવો, બેટી પઢાવો દિવસ”ના હેતુ વિશે માહિતી આપી હતી. તેમણે “નારી વંદન ઉત્સવ”ના માધ્યમથી મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બની સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે…
Read Moreપ્રધાનમંત્રીના વર્ચ્યુઅલ સંબોધન સાથે સુરતના સમરસ છાત્રાલય ખાતે ૪૦૦થી વધુ યુવાનોએ લીધો નશામુક્ત ભારતનો સંકલ્પ
હિન્દ ન્યુઝ, સુરત યુવા અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત કાર્યરત MY Bharat, સુરત દ્વારા સમરસ છાત્રાલય ખાતે નશામુકત ભારતના સંકલ્પ સાથે જનજાગૃતિ અને યુવા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે માય ભારત પ્રેરિત ‘નશામુક્ત યુવા’ ફોર વિકસિત ભારત@૨૦૪૭ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. ‘નશા મુક્ત યુવા– વિકસિત ભારત સંકલ્પ અભિયાન’ અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ સંબોધન કાર્યક્રમ યોજાયો હતો. દેશભરમાં એક કરોડથી વધુ યુવાનોને જોડતા આ અભિયાન અંતર્ગત સુરતમાં અંદાજે ૪૦૦થી યુવાનો ઉત્સાહભૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. …
Read Moreવલસાડ જિલ્લામાં ટૂંક સમયમાં “FSAS –Fertilizer Sale Application System” નો પ્રારંભ થશે
હિન્દ ન્યુઝ, વલસાડ ભારત સરકાર દ્વારા ખેડૂતોને સબસીડાઈઝ ખાતર સરળતાથી, પારદર્શક રીતે તેમજ સમયસર ઉપલબ્ધ થાય તે હેતુસર “FSAS –Fertilizer Sale Application System” એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશન દ્વારા ખેડૂતશ્રીઓ રિટેલ સબસીડાઈઝ ખાતર વિક્રેતા/સહકારી મંડળી પરથી ખાતર ખરીદતા પહેલા મોબાઈલ મારફતે ખાતરનું Pre-booking (અગાઉથી બુકિંગ) કરી શકશે. જેના કારણે ખાતરની ઉપલબ્ધતા અંગે પૂર્વ માહિતી તેમજ ખાતર મેળવવાની પ્રક્રિયા વધુ સરળ, સુવ્યવસ્થિત અને પારદર્શક બનશે. ઉપરોક્ત સિસ્ટમની અમલવારી આગામી ટુંક સમયમાં…
Read Moreવલસાડ જિલ્લાના પુરગ્રસ્તોની વ્હારે આદિવાસી ગીતકાર દિપક ચોબડીયા, સ્વખર્ચે ૨૧૦૦ રાશનકિટ્સનું વિતરણ કર્યુ
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લામાં તાજેતરમાં આવેલા પૂરની પરિસ્થિતિ બાદ અસરગ્રસ્તોને મદદરૂપ બનવા વહીવટીતંત્ર સાથે અનેક સેવાભાવી સંસ્થાઓ જોડાઇ હતી. આ સેવા યજ્ઞમાં અનેક લોકોએ જોડાયને સેવા કાર્ય કર્યુ છે. ઉમરગામ તાલુકાના નગવાસ પટેલ ફળિયાના દિપકભાઇ ચોપડીયાએ ઉમરગામ તાલુકાના અનેક ગામોમાં ૨૧૦૦ જેટલી રાશન કિટસ બનાવી જરૂરતમંદો સુધી પહોચાડી હતી. ઉમરગામ તાલુકાના પૂર અસરગ્રસ્ત એવા અંકલાછ, નગવાસ, ઝરોલી, ધનોલી, નંદીગામ, ભિલાડ, બોરલાઇ, કરમબેલે, નાહુલી, એકલેરા, પૂનાટ, જમ્બુરી અને મોહનગામ વિસ્તારોમાં ૨૧૦૦થી વધુ અનાજ કરિયાણાની કીટસનું સ્વખર્ચે બનાવી પાંચ દિવસ સુધી વિતરણ કર્યુ હતુ. પૂરમાં જેમની ઘરવખરી નાશ પામી…
Read Moreઅતિભારે વરસાદ અને પૂરથી નુકસાનગ્રસ્ત આંબાવાડીના પુનઃસ્થાપન અને આંબાના ઝાડને પુનઃજીવિત કરવા ખેડૂતોને પ્રત્યક્ષ તાલીમ આપી
હિન્દ ન્યુઝ, વલસાડ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ નાયબ બાગાયત નિયામકની કચેરી – વલસાડ દ્વારા સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ફ્લોરીકલ્ચર એંડ મેંગો, ચણવઇ ખાતે વલસાડ જિલ્લાના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ તાલીમ યોજાઇ હતી. જેનો મુખ્ય આશય ખેડૂતોને આંબાવાડીઓને વૈજ્ઞાનિક પદ્વતિએ પુનઃ સ્થાપન હતો. ઉલ્લેખનિયછે કે, તાજેતરમાં તા. ૨૨/૦૭/૨૦૨૬ અને તા. ૨૩/૦૭/૨૦૨૬ ના રોજ થયેલ અતિ ભારે વરસાદને કારણે પુરની સ્થિતિ ઉભી થઇ હતી, જેના કારણે જિલ્લાની નદીઓ, કોતર અને ખાડી વિસ્તારમાં આવેલ ખેડૂતોની આંબાવાડીઓને નુકશાન થયું હતું. જિલ્લા વિકાસ અધિકારી…
Read Moreનારી વંદન ઉત્સવ અંતર્ગત “બેટી બચાવો, બેટી પઢાવો” દિવસની ઉજવણી નિમિત્તે જાગૃતિ સંમેલન યોજાયું
હિન્દ ન્યુઝ, વલસાડ મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યની પ્રેરણા અનુસાર આયોજિત “નારી વંદન ઉત્સવ” અંતર્ગત આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત – વલસાડ દ્વારા આરોગ્ય શાખા હોલ, જૂની મેડિકલ કોલેજ બિલ્ડિંગ, નાનકવાડા, વલસાડ ખાતે “બેટી બચાવો, બેટી પઢાવો” દિવસની ઉજવણી નિમિત્તે જાગૃતિ સંમેલન યોજાયું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી (WCO) શ્વેતા આર. દેસાઈદ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના, ઘરેલુ હિંસા અધિનિયમ-2005 તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તાલુકા આરોગ્ય અધિકારી, ઉમરગામ દ્વારા PCPNDT Act અંતર્ગત પ્રસૂતિ પૂર્વ લિંગ નિર્ધારણ પ્રતિબંધ અને…
Read MorePM-KUSUM યોજનાથી નર્મદાના ડુંગરાળ વિસ્તારમાં હરિત ક્રાંતિ; 14,989 ઓફ-ગ્રીડ સોલાર પંપ થકી આદિવાસી ખેડૂતો બન્યા આત્મનિર્ભર
હિન્દ ન્યુઝ, નર્મદા નર્મદા જિલ્લાના અંતરિયાળ, ઇકો-સેન્સિટિવ વિસ્તાર અને શૂલપાણેશ્વર અભયારણ્ય વિસ્તારમાં PM-KUSUM યોજના હેઠળ ₹618.41 કરોડના ખર્ચે 14,989 સોલાર પંપ ફાળવીને સિંચાઈ ક્ષેત્રે વ્યાપક પરિવર્તન આવ્યું; આદિવાસી વિસ્તારોમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 100 ટકા સહાય ઉપલબ્ધ કરાવાતાં આદિવાસી ખેડૂતો પર કોઈ આર્થિક ભારણ રહ્યાં વિના ડીઝલમુક્ત અને ચોમાસા આધારિત ખેતીમાંથી બારેમાસ સિંચાઈ સુનિશ્ચિત થઈ ઓફ-ગ્રીડ સોલાર પંપના કારણે પર્યાવરણ અને વન્યજીવોની જાળવણી સાથે વર્ષમાં ત્રણેય ઋતુમાં પાક લેવો શક્ય બન્યો છે. જેનાથી ગામડાંઓમાં જ રોજગારી મળતાં આદિવાસી પરિવારોનું સ્થળાંતર અટકવાની સાથે પશુપાલન તેમજ કૃષિ આવકમાં નોંધપાત્ર…
Read Moreગુજરાત ફ્લડ કંટ્રોલ સેલ: સચોટ માહિતી, ઝડપી સંકલન અને ત્વરિત કામગીરી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાતમાં ચોમાસા દરમિયાન પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા અને જળાશયોમાં પાણીની આવક-જાવક પર સુચારુ દેખરેખ રાખવા માટે જળ સંપત્તિ વિભાગ હસ્તકનું મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ ટૅકનોલોજીથી સુસજ્જ બન્યું. રાજ્યના 207 જળાશયોના જળસ્તર, પાણીની આવક-જાવક અને વરસાદી આંકડા પર રિઅલ-ટાઇમ મોનિટરિંગ; 413 વાયરલેસ સેટ, 14 સેટેલાઇટ ફોન, 12 ડેડિકેટેડ હોટલાઇન કનેક્શનની મદદથી સતત સંકલન ચોમાસા પૂર્વે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અને ટેલિફોન ડિરેક્ટરી અદ્યતન કરી Reservoir Data Management System https://wrd-dam.gujarat.gov.in/index.php પોર્ટલ પર અપલોડ કરવામાં આવી છે; ચોમાસા દરમિયાન 01 જૂનથી 31 ઓક્ટોબર સુધી મધ્યસ્થ પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર સહિત રાજ્યના…
Read More