મીઠા પસવારીયા ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાએ જન કલ્યાણ શિબિરનો પ્રારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, દાહોદ      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે કચ્છમાં ‘જનકલ્યાણ શિબિર’ યોજવામાં આવી રહી છે, જે ઉપક્રમે આજરોજ અંજાર તાલુકાના મીઠા પસવારીયા ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાએ જન કલ્યાણ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે રાજ્યમંત્રીશ્રીના હસ્તે નવનિર્મિત પ્રાથમિક શાળા તથા ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  અંજાર તાલુકાના મીઠા પસવારીયા ખાતે જનકલ્યાણ શિબિરને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના…

Read More

વંદે ભારત ટ્રેન મારફતે નવસારી જઈ રહેલા રાજ્યપાલ અને મુખ્યમંત્રીનું પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ કર્યું ઉષ્માભર્યું સ્વાગત

હિન્દ ન્યુઝ, સુરત       આધુનિક ભારતની ઓળખ સમી ‘વંદે ભારત ટ્રેન’ માં સફર કરીને નવસારીના કાર્યક્રમમાં જઈ રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું સુરત રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને પ્રાંત અધિકારી વી. જે. ભંડારી તથા રેલ્વેના અધિકારીએ પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

Read More

૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના: સુરત જિલ્લો

નમો લક્ષ્મી યોજના થકી મળતી સ્કોલરશીપથી ધો.૧૧માં અભ્યાસ કરી રહેલી સુરતની ઇશા ભાસ્કરનું ઉચ્ચ અભ્યાસનું સ્વપ્ન સાકાર હિન્દ ન્યુઝ, સુરત       વડાપ્રધાનના સફળ નેતૃત્વના ૧૨ વર્ષની ઉજવણી હેઠળ જન-જન સુધી વિવિધ સેવા અને યોજનાકીય લાભોનું મોટાં પાયે વિતરણ કરાઈ રહ્યું છે. ત્યારે સુરતની આર.એન નાયક હાઈસ્કુલના ધો.૧૧માં અભ્યાસ કરતી ઇશા હરીશભાઈ ભાસ્કરનું ઉચ્ચ અભ્યાસનું સ્વપ્ન સાકાર કરવામાં રાજ્ય સરકારની ‘નમો લક્ષ્મી યોજના’ અગત્યનો ભાગ અદા કરી રહી છે.          કિશોરીઓના શિક્ષણ, આરોગ્ય અને પોષણ સહિત સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતી ‘નમો લક્ષ્મી યોજના’ ઉચ્ચ અભ્યાસ કરવા…

Read More

૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના – વિકસિત ભારત સંકલ્પ

હિન્દ ન્યુઝ, ભુજ     એક સમય એવો હતો જ્યારે કચ્છનું નામ દુકાળ, સ્થળાંતર અને કુદરતી આફતો સાથે જોડાતું હતું. વર્ષ 2001ના વિનાશક ભૂકંપે સમગ્ર કચ્છને હચમચાવી દીધો હતો. પરંતુ કચ્છના લોકોની અદમ્ય જિજીવિષા, રાજ્ય સરકારના દુરંદેશી આયોજન અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસલક્ષી વિઝનના પરિણામે આજે કચ્છ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના વિકાસનું એક પ્રેરણાદાયી મોડેલ બનીને ઉભર્યું છે. ભૂકંપથી વિકાસની ગતિ તરફ   ૨૦૦૧ના ભૂકંપ પહેલાં કચ્છમાં ગણતરીના ઉદ્યોગો હતા. રોજગારી માટે યુવાનોને વતન છોડવું પડતું હતું. તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના પુનર્નિર્માણને પ્રાથમિકતા આપી.…

Read More

ગ્રામીણ મહિલાઓને સ્વતંત્ર, સશક્ત અને સક્ષમ બનાવતી ‘લખપતિ દીદી યોજના’: સુરત જિલ્લાની ૫૨ હજારથી વધુ બહેનો બની ‘લખપતિ દીદી’

હિન્દ ન્યુઝ, સુરત       વડાપ્રધાનના સફળ નેતૃત્વ હેઠળ છેલ્લા ૧૨ વર્ષમાં વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના કાર્યોની શ્રુંખલા અવિરત ગતિએ આગળ વધી રહી છે. સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં છેલ્લા ૧૨ વર્ષોમાં વિકાસના અનેક નવા આયામો સિદ્ધ કરાયા છે. જિલ્લાના છેક છેવાડામાં વસતાં ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારો સુધી અનેકવિધ સરકારી યોજનાઓના લાભો પહોંચ્યા છે.આવી જ એક યોજના એટલે ‘લખપતિ દીદી યોજના’ અને ‘રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (મિશન મંગલમ)’, કે જે રાજ્યના ગ્રામીણ ગરીબ કુટુંબોની મહિલાઓનું ‘આર્થિક સ્વાવલંબન કવચ’ સાબિત થઇ છે.               સુરત જિલ્લાની…

Read More

રાજુલા તાલુકાના ચાંચ ગામે જનકલ્યાણ શિબિર

હિન્દ ન્યુઝ, અમરેલી     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજુલા તાલુકાના ચાંચ ગામે જનકલ્યાણ શિબિર યોજાઈ. શિબિરમાં વિવિધ સરકારી યોજનાઓ અંગે ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા તેમજ લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ સહાય અને લાભોનું વિતરણ કરવામાં આવ્યું. સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી સરળતાથી પહોંચે તે માટે રાજુલા તાલુકા વહીવટી તંત્ર દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું. 

Read More

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) મધ્ય ગુજરાત

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       રાજ્ય સરકારની મિશન મંગલમ્ યોજના અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી મહીસાગરના ચાવડીબાઈના મુવાડા ગામની મહિલાઓએ ‘ચાવડીબાઈના મુવાડા પ્રોડ્યુસર ગ્રુપ’ની રચના કરી ‘મહિસાર હળદર પ્રોસેસિંગ’ ગૃહ ઉદ્યોગની સ્થાપના કરી; આ બહેનોએ આત્મા પ્રોજેક્ટ હેઠળ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી ત્યારબાદ મિશન મંગલમ્ યોજના અંતર્ગત મળેલી સરકારી ગ્રાન્ટની સહાયથી આધુનિક પ્રોસેસિંગ યુનિટ શરૂ કરીને ગ્રામીણ નારી શક્તિ સમક્ષ આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. આ બહેનો હવે 10 સભ્યોના જૂથ સાથે હળદરને ધોઈ, બાફી, સૂકવી અને દળીને શુદ્ધ પાવડરનું આકર્ષક પેકિંગમાં વેચાણ કરે છે; મિશન મંગલમ્ અને NRLMના સંયુક્ત…

Read More

આહવા ખાતે ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વ પ્રદર્શન કાર્યક્રમ’ યોજાયો

હિન્દ ન્યુઝ, આહવા      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત આહવા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતા જણાવ્યું કે, “જમીનની ફળદ્રુપતા જાળવવા, સ્વસ્થ જીવન અને આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટે પ્રાકૃતિક કૃષિ અત્યંત જરૂરી છે.” ✅ ડાંગ જિલ્લો દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો તરીકે ગૌરવ પ્રાપ્ત કરી ચૂક્યો છે. ✅ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, પાક સંરક્ષણ, વૈજ્ઞાનિક પશુપાલન અને બાગાયતી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ✅…

Read More

પરંપરાગત કૃષિ છોડીએ, અપનાવીએ ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ

હિન્દ ન્યુઝ, ભુજ     કૃષિ ક્ષેત્રે સકારાત્મક પરિવર્તનો છે. રાજ્યમાં ખેડૂતો પરંપરાગત કૃષિ છોડી ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવી રહ્યા છે. ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયનું અનેરું મહત્વ છે. જમીનના ભૌતિક અને જૈવિક સ્વાસ્થ્યની ખામીને કારણે, જમીનમાં પોષક તત્વોની ઉણપ ન હોવા છતાં સારું ઉત્પાદન મેળવવામાં મુશ્કેલી થાય છે. જમીનમાં છોડને યોગ્ય પ્રમાણમાં ભેજ અને પોષક તત્વો ઉપલબ્ધ નથી થઈ શકતા અને વરાપ તથા ભેજનું નિર્માણ નથી થઈ શકતું. જો જમીનના જૈવિક સ્વાસ્થ્યમાં સુધારો થઈ જાય તો ઓછા પ્રમાણમાં પોષક તત્વો ઉપલબ્ધ થવા છતાં પણ સારું ઉત્પાદન લઈ…

Read More

આહવામાં પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર, (FPO) ખુલ્લું મુકાયું: નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના હસ્તે લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ડાંગ        ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના વરદહસ્તે આહવાના સાપુતારા ચાર રસ્તા, પટેલપાડા ખાતે સ્થાયી પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જિલ્લાના ગ્રાહકોને એક જ જગ્યાએથી શુદ્ધ પ્રાકૃતિક આહાર મળી રહે અને સ્થાનિક ખેડૂતોને તેમના ઓર્ગેનિક ઉત્પાદનોનું યોગ્ય બજાર મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે આ કેન્દ્ર શરૂ કરાયું છે. ‘આહવા તાલુકા નેચરલ ફાર્મ પ્રોડક્ટ પ્રોડ્યુસર કંપની લિમિટેડ’ (FPO) દ્વારા સંચાલિત આ કાયમી વેચાણ કેન્દ્ર પરથી નાગલી, દેશી ચોખા, કઠોળ અને બિયારણો એક…

Read More