હિન્દ ન્યુઝ, આહવા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત આહવા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતા જણાવ્યું કે, “જમીનની ફળદ્રુપતા જાળવવા, સ્વસ્થ જીવન અને આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્ય માટે પ્રાકૃતિક કૃષિ અત્યંત જરૂરી છે.”
✅ ડાંગ જિલ્લો દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો તરીકે ગૌરવ પ્રાપ્ત કરી ચૂક્યો છે.
✅ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, પાક સંરક્ષણ, વૈજ્ઞાનિક પશુપાલન અને બાગાયતી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
✅ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને કીટ વિતરણ કરાયું.
✅ કૃષિ અને પશુપાલન આધારિત આર્થિક વિકાસ તેમજ પાણી અને સિંચાઈ સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી.
પ્રાકૃતિક ખેતી અપનાવીએ, જમીન બચાવીએ અને સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બનીએ.
