વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) મધ્ય ગુજરાત

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

     રાજ્ય સરકારની મિશન મંગલમ્ યોજના અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી મહીસાગરના ચાવડીબાઈના મુવાડા ગામની મહિલાઓએ ‘ચાવડીબાઈના મુવાડા પ્રોડ્યુસર ગ્રુપ’ની રચના કરી ‘મહિસાર હળદર પ્રોસેસિંગ’ ગૃહ ઉદ્યોગની સ્થાપના કરી; આ બહેનોએ આત્મા પ્રોજેક્ટ હેઠળ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી ત્યારબાદ મિશન મંગલમ્ યોજના અંતર્ગત મળેલી સરકારી ગ્રાન્ટની સહાયથી આધુનિક પ્રોસેસિંગ યુનિટ શરૂ કરીને ગ્રામીણ નારી શક્તિ સમક્ષ આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું.

આ બહેનો હવે 10 સભ્યોના જૂથ સાથે હળદરને ધોઈ, બાફી, સૂકવી અને દળીને શુદ્ધ પાવડરનું આકર્ષક પેકિંગમાં વેચાણ કરે છે; મિશન મંગલમ્ અને NRLMના સંયુક્ત પ્રયાસોથી ઉદ્યોગ સાહસિક બનેલી આ બહેનો હવે આત્મવિશ્વાસ સાથે બેંકિંગ વ્યવહારો જાતે સંભાળતી થઈ છે, જેનાથી તેમના પરિવારોના જીવનધોરણમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે.

 

Related posts

Leave a Comment