આહવામાં પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર, (FPO) ખુલ્લું મુકાયું: નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના હસ્તે લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ડાંગ 

      ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના વરદહસ્તે આહવાના સાપુતારા ચાર રસ્તા, પટેલપાડા ખાતે સ્થાયી પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

જિલ્લાના ગ્રાહકોને એક જ જગ્યાએથી શુદ્ધ પ્રાકૃતિક આહાર મળી રહે અને સ્થાનિક ખેડૂતોને તેમના ઓર્ગેનિક ઉત્પાદનોનું યોગ્ય બજાર મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે આ કેન્દ્ર શરૂ કરાયું છે. ‘આહવા તાલુકા નેચરલ ફાર્મ પ્રોડક્ટ પ્રોડ્યુસર કંપની લિમિટેડ’ (FPO) દ્વારા સંચાલિત આ કાયમી વેચાણ કેન્દ્ર પરથી નાગલી, દેશી ચોખા, કઠોળ અને બિયારણો એક જ સ્થળેથી ખરીદી શકાશે.

આ લોકાર્પણ પ્રસંગે આત્મા (ATMA) પ્રોજેક્ટના ડાયરેક્ટર સંજય ભગરીયા, કૃષિ ક્ષેત્રના તજજ્ઞો, સ્થાનિક અગ્રણીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment