તા.૦૮ જુનથી તા.૧૮ જુન સુધી જાહેર રજા અને મમતા દિવસ બાદ કરીણે કુલ દિવસ ૦૭ સુધી લેપ્રસી કેસ ડિટેકશન કેમ્પઈન હાથ ધરવામાં આવશે

હિન્દ ન્યુઝ, જૂનાગઢ        સમગ્ર રાજય અને જૂનાગઢ જિલ્લામાં તા.૦૮ જુનથી તા.૧૮ જુન સુધી જાહેર રજા અને મમતા દિવસ બાદ કરીણે કુલ દિવસ ૦૭ સુધી લેપ્રસી કેસ ડિટેકશન કેમ્પઈન હાથ ધરવામાં આવશે. જેમાં “ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેરસમજ દૂર કરીએ અને કોઈ પણ રક્તપિત્તગ્રસ્ત દર્દી વણશોધાયેલા ના રહે તે સુનિશ્ચિત કરીએ.” તે થીમ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે.  આ લેપ્રસી કેસ ડિટેકશન કેમ્પઈન-૨૦૨૬ અંતર્ગત બધા તાલુકા આરોગ્ય અધિકારીઓ, મેડિકલ ઓફિસરઓ, સુપરવાઇઝર, આશા બહેનોની ઓનલાઈન મીટીંગ આયોજિત કરાઇ હતી. જેમાં અધિક કલેકટરના અધ્યક્ષ સ્થાને બધા કમિટીના…

Read More

વલસાડ જિલ્લાના ખેડૂતો માટે બાગાયતી પાકોના પ્લાન્ટિંગ મટીરીયલ્સની ખરીદી પર ૭૫% સુધીની સહાય યોજના

હિન્દ ન્યુઝ, વલસાડ          બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા “બાગાયત ખાતાની નર્સરી અને સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ઉત્પાદિત પ્લાન્ટિંગ મટીરિયલ્સ પર એટસોર્સ સહાય આપવાનો કાર્યક્રમ” અમલમાં મૂકવામાં આવ્યો છે. નાયબ બાગાયત નિયામક, વલસાડ કચેરી હસ્તકના સેન્ટર ઓફ એક્સેલન્સ અને ફળ નર્સરી ખાતેથી બાગાયતી પાકોની કલમ, બાટા, રોપા, ધરૂ અથવા અન્ય પ્લાન્ટિંગ મટીરિયલ્સની ખરીદી કરવા પર ખેડૂતોને સહાય મળવાપાત્ર રહેશે. આ યોજના અંતર્ગત સામાન્ય વર્ગના ખેડૂતો માટે કુલ ખર્ચના ૫૦ ટકા અથવા વધુમાં વધુ રૂ. ૫,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે, જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત…

Read More

સરકારી સેવા માટે હવે લાઈન નહીં, ઓનલાઈન

હિન્દ ન્યુઝ, પાલનપુર વડાપ્રધાનના નેતૃત્વમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ વિકાસયાત્રાના ભાગરૂપે નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને ઝડપથી ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ‘સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ’ કાર્યરત કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના નાગરિકોના સમય અને નાણાંની બચત સાથે સરકારી સેવાઓને વધુ સરળ, પારદર્શક અને સુલભ બનાવવા માટે આ પોર્ટલ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે. આધુનિક અને ડિજિટલ યુગમાં સરકારી સેવાઓ લોકોને આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવાના રાજ્ય સરકારના સંકલ્પને આ પોર્ટલ વધુ મજબૂત બનાવે છે. રાજ્ય સરકાર દ્વારા પાંચ…

Read More

સરકારી પ્રોત્સાહક નીતિનું અસરકારક પરિણામ

વલસાડ જિલ્લામાં ગ્રીન એનર્જી તરફ મોટું પગલું: વડાપ્રધાનની અપીલ બાદ લોકો ઇલેક્ટ્રિક વાહન તરફ વળ્યા હિન્દ ન્યુઝ, વલસાડ       ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુધ્ધના પગલે સર્જાયેલી ઊર્જા કટોકટીની અસર આખી દુનિયામાં દેખાઈ રહી છે. ક્રુડ ઓઇલના વધતા ભાવના લીધે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ હાલની સ્થિતિમાં લોકોને પેટ્રોલ- ડીઝલ વપરાશના વાહનોનો ઓછો વપરાશ કરવા માટે અપીલ કરી છે. જેને સ્વીકારી લોકો હવે પરંપરાગત વાહનોને બદલે વૈકલ્પિક વાહન તરફ વળ્યા છે. ટ્રાન્સપોર્ટેશનના ખર્ચથી બચવા માટે વલસાડ જિલ્લાના નાગરિકો હવે ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)ને પહેલી પસંદગી બનાવી રહ્યા છે. …

Read More

ગુજરાતના સંગ્રહાલયો માત્ર જૂની વસ્તુઓનો સંગ્રહ જ નહીં વિરાસતનો પણ ધબકાર છે

હિન્દ ન્યુઝ, રાજકોટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ‘વિકાસ ભી, વિરાસત ભી’નો મંત્ર ગુજરાતમાં ચરિતાર્થ; છેલ્લા 12 વર્ષમાં ગુજરાતમાં સ્મૃતિવન, દાંડી કુટિર, વડનગર એક્સપિરિયન્સિયલ મ્યુઝિયમ, નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી મ્યુઝિયમ જેવાં અનેક મ્યુઝિયમનું નિર્માણ. AR, VR, 3D પ્રોજેક્શન મેપિંગ, હોલોગ્રામ અને ઇન્ટરેક્ટિવ ટચસ્ક્રીન જેવી આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સંગ્રહાલયોમાં વારસાની પ્રત્યક્ષ અનુભૂતિ; છેલ્લા 2 વર્ષમાં 16 લાખથી વધુ નાગરિકોએ વિવિધ મ્યુઝિયમને નિહાળ્યા.

Read More

અંજાર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, અંજાર       દર્દીઓની સુખાકારી અને સરકારી આરોગ્ય સુવિધાઓના સુદ્રઢિકરણને લઈને કચ્છના અંજાર ખાતે આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને ‘રોગી કલ્યાણ સમિતિ’ ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હોસ્પિટલમાં ઉપલબ્ધ મેડિકલ સુવિધાઓ અને ભવિષ્યના વિકાસકાર્યો અંગે સમીક્ષા કરવામાં આવી હતી.  આ બેઠક દરમિયાન અંજાર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલની ખૂટતી કડીઓ અંગે રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રી દ્વારા હોસ્પિટલની સુચારુ કામગીરી માટે જરૂરી કાર્યોને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં દર્દીઓની સુવિધા માટે હોસ્પિટલ ખાતે નવું ડાયાલિસિસ સેન્ટર…

Read More

૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના – વિકસિત ભારત સંકલ્પ

હિન્દ ન્યુઝ, ભુજ       આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ આરોગ્ય વીમા યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ગુણવત્તાયુક્ત તબીબી સારવાર પૂરી પાડવાનો છે. આ યોજના અંતર્ગત અનેક નાગરિકોને નીરોગી જીવન પ્રાપ્ત થયું છે. જેમાં ભચાઉ તાલુકાના આધોઇ ગામના ૬૦ વર્ષના ખોડાભાઇ દલાભાઇનો પણ સમાવેશ થાય છે.    મજૂરી કરીને પેટીયું રળતા આ પરિવારના ખોડાભાઇને લાંબા સમયથી પેટમાં દુ:ખાવાની સમસ્યા રહેતી હતી. તબીબી તપાસ દરમિયાન તેમને Inguinal Hernia (આંતરડીનો હર્નિયા) હોવાનું નિદાન થયું હતું. ડોક્ટર દ્વારા તાત્કાલિક ઓપરેશન કરવાની…

Read More

ભુજ તાલુકાના સુખપર ગામેથી સ્વચ્છતા સપ્તાહ અભિયાનનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભુજ      કચ્છ જિલ્લામાં તા. ૮ થી ૧૪ જૂન દરમિયાન ઉજવવામાં આવનાર સ્વચ્છતા સપ્તાહ અભિયાનનો આજરોજ ભુજ તાલુકાના સુખપર ગામેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના હસ્તે સ્વચ્છતા રેલીને પ્રસ્થાન કરાવી અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરએ સ્વચ્છતા જાળવવામાં જનભાગીદારીના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, સ્વચ્છ ગામ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે દરેક નાગરિકની સક્રિય ભાગીદારી જરૂરી છે. સ્વચ્છતા માત્ર અભિયાન નહીં પરંતુ જીવનશૈલી બનવી જોઈએ. આ ટાંકણે કલેક્ટરશ્રી દ્વારા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.  રેલી બાદ ગામમાં સામૂહિક…

Read More

કચ્છ જિલ્લામાં તા. ૦૮ થી ૧૪ જૂન દરમિયાન “સ્વચ્છતા સપ્તાહ” અભિયાનનું આયોજન થશે

૧૨ વર્ષ: વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના હિન્દ ન્યુઝ, ભુજ      ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સીધા માર્ગદર્શન હેઠળ આગામી તા. ૦૮ જૂન થી ૧૪ જૂન, ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ “સ્વચ્છતા સપ્તાહ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અંગે વ્યાપક જનજાગૃતિ લાવવા, જાહેર સ્થળોની નિયમિત સફાઈ સુનિશ્ચિત કરવા અને ઘન તેમજ પ્રવાહી કચરાના વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવાનો છે. આ અભિયાન અંતર્ગત કચ્છ જિલ્લાના તમામ ગામોમાં સામૂહિક સફાઈ ઝુંબેશ, જનજાગૃતિ કાર્યક્રમો અને સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ હાથ…

Read More

જનકલ્યાણના ૧૨ વર્ષ: સાબરકાંઠાના ૮.૬૭ લાખથી વધુ નાગરિકો ‘PM-JAY’ આયુષ્માન કાર્ડથી સુરક્ષિત!

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા       વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાબરકાંઠા જિલ્લાના મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારો માટે આયુષ્માન યોજના સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે.  ✅ છેલ્લા ૩ વર્ષમાં ૭૪,૮૨૯ દર્દીઓને ₹૫૦.૯૫ કરોડથી વધુની કેશલેસ સારવાર મળી. ✅ વાર્ષિક ₹૧૦ લાખ સુધીનું મજબૂત હેલ્થ કવચ. ✅ હૃદયરોગ, કેન્સર અને કિડની જેવી ગંભીર બીમારીઓની મફત સારવાર. હવે ગંભીર બીમારી સમયે દેવું કરવાની કે મિલકત ગીરો મૂકવાની ચિંતા દૂર થઈ છે. સરકાર દરેક નાગરિકના સ્વાસ્થ્ય માટે કટિબદ્ધ છે

Read More