રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દેહરી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઇ સાવેના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી: જાતે ગૌ દુગ્ધ દોહન કર્યું, હળ પણ ચલાવ્યું

હિન્દ ન્યુઝ, વલસાડ      રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વલસાડ જિલ્લાની બે દિવસ મુલાકાત દરમિયાન ગામની સરકારી શાળાના સામાન્ય ઓરડામાં રાત્રે વિશ્રામ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો. શાળા ખાતે ખુશનુમા વાતાવરણમાં વહેલી સવારે યોજાયેલા યોગ સત્ર દરમિયાન રાજ્યપાલશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગ અને પ્રાણાયામ કરી તેના આરોગ્યલક્ષી ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.  તેમણે યોગ એ ભારતની પ્રાચીન વિરાસત હોવાનું જણાવી યોગ અને પ્રાણાયામને જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો. નિર્ધારિત કાર્યક્રમ અનુસાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દેહરી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઇ…

Read More

ધોડીપાડા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

હિન્દ ન્યુઝ, ધોડીપાડા       રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક ભવન ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ઉપસ્થિત રહી પ્રાકૃતિક કૃષિને વ્યાપક બનાવવા માર્ગદર્શન આપ્યું હતું.  રાજ્યપાલએ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલની મુલાકાત લઇ, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળી ખેડૂતો સાથે સહજ સંવાદ કર્યો હતો.  પરિસંવાદમાં રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને, રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને સમજાવવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં થઈ રહેલી રાસાયણિક ખેતી એ માત્ર વ્યવસાય નથી રહ્યો, પરંતુ એક મોટો ગુનો અને પાપ બની ગયો છે. આપણા પૂર્વજોએ વારસામાં ફળદ્રુપ જમીન આપી…

Read More

મહીસાગર જિલ્લામાં ૫ થી ૨૧ જૂન દરમિયાન ‘વિકસીત ભારત સંકલ્પ’ અંતર્ગત વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન

હિન્દ ન્યુઝ,cમહીસાગર  મહીસાગર જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને લુણાવાડા જિલ્લા સેવા સદન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ પ્રધાનમંત્રીશ્રીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળની ઉજવણીમાં જિલ્લાના છેવાડાના માનવીને જોડવાનો લક્ષ્યાંક દિવ્યાંગોને સાધન સહાય, ૩૧ જનકલ્યાણ શિબિર અને ૧૫,૦૦૦થી વધુ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોથી મહીસાગર જિલ્લો ધમધમશે

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લેખિત સંદેશો આપીને કાર્યશિબિર માટે અભિનંદન પાઠવ્યા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર        વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે આયોજિત “પર્યાવરણ કાર્યશિબિર-2026”નો શુભારંભ કરાવ્યો. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-GPCBના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ બે-દિવસીય કાર્યશિબિરમાં રાજ્યમાં પર્યાવરણીય પડકારો, નિયમનાત્મક સુધારા, સંસ્થાકીય ક્ષમતાવર્ધન તથા ભવિષ્યલક્ષી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા અને મંથન કરવામાં આવશે.      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી કાળથી લઈને આજ સુધી પર્યાવરણ, સ્વચ્છતા અને વન્યજીવોની વિશેષ કાળજી લીધી છે : વન અને પર્યાવરણ મંત્રી

Read More

રોટલો કાઢવો મુશ્કેલ હોય એવી સ્થિતિમાં પણ રોગાન કળાને જીવંત રાખનાર કચ્છના નિરોણા ગામના રોગાન આર્ટ માસ્ટર પદ્મશ્રી અબ્દુલભાઇ ખત્રી

હિન્દ ન્યુઝ, ભુજ         ૩૫૦થી વર્ષથી ચાલી આવતી પર્શિયન મૂળની પરંપરાગત રોગાન કળા વર્ષ ૧૯૮૦ના દાયકામાં મરણ પથારીએ અંતિમ શ્વાસ લઇ રહી હતી… કચ્છના સરહદી ગામ નિરોણામાં જે ખત્રી પરિવારોએ તેમની ગોદમાં આ કળાને ૭ પેઢીથી ઉછેરીને મહેકાંવી હતી, તે હવે સમયની થપાટ સામે હારી જવાની આરે હતી. આ કળાને એક બાળકની જેમ પોતાની આંગળીના ટેરવે લાડ લડાવનાર ખત્રી પરિવારના મોભી હાસમભાઇનું દિલ રોગાન કળા ગમે ત્યારે બંધ કરવી પડશે તેવી નોબત જોઇ કકળી ઉઠતું હતું. તેમણે મનમાં ઠાની લીધું કે, ગમે તે થાય તે પરિવારની આ વિરાસતને લુપ્ત…

Read More

દાહોદ, પ્રાંત અધિકારી મિલિન્દ દવેના અધ્યક્ષસ્થાને તાલુકા સંકલન બેઠક યોજાઈ : વિવિધ વિકાસલક્ષી અને આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ ખાતે પ્રાંત અધિકારીશ્રી મિલિન્દ દવેના અધ્યક્ષસ્થાને તાલુકા સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન પોલિયો સ્ટીયરિંગ કમિટી, એલસીડીસી (LCDC) કાર્યક્રમ તેમજ સિકલ સેલ એનિમિયા કાર્યક્રમ અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં આગામી તા. 28/06/2026 થી 30/06/2026 દરમિયાન દાહોદ તાલુકાના તમામ ગામોમાં પોલિયો રસીકરણ અંતર્ગત બુથ આધારિત તેમજ ઘર-ઘર મુલાકાત (હાઉસ-ટુ-હાઉસ) કામગીરી સુનિશ્ચિત રીતે પૂર્ણ કરવા અંગે, તા. 08/06/2026 થી 30/06/2026 સુધી 14 દિવસીય એલસીડીસી કાર્યક્રમની કામગીરી અંગે, સિકલ સેલ એનિમિયા કાર્યક્રમ અંતર્ગત દર્દીઓને ઉપલબ્ધ વિવિધ સહાય અને સરકારી યોજનાઓ…

Read More

ઝાલોદ તાલુકાના પૂર્વ સૈનિકો તથા સ્વ પૂર્વ સૈનિકોના ધર્મ પત્નીઓ માટે આઉટરિચ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ,cઝાલોદ      ગુજરાતના તમામ પૂર્વ સૈનિકો / સ્વ પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની કામગીરી શરૂ થઈ ગયેલ છે. જે માટે ઝાલોદ તાલુકામાં વસતા પૂર્વ સૈનિકો તથા સ્વ પૂર્વ સૈનિકોના ધર્મ પત્નીઓ માટે આઉટરિચ કાર્યક્રમ નું આયોજન તા. ૧૨/૦૬/૨૦૨૬ (શુક્રવાર) ના રોજ સવારે ૧૦:૦૦ વાગે પ્રાંત અધિકારીશ્રીની કચેરી, ઝાલોદના કોન્ફરસ હોલ ખાતે શ્રી અશોક ભાટીયા, પ્રાંત અધિકારી, ઝાલોદની અધ્યક્ષતા હેઠળ આયોજન કરવામાં આવશે.  ઝાલોદ તાલુકામાં વસતા પૂર્વ સૈનિકો તથા સ્વ પૂર્વ સૈનિકોના ધર્મ પત્નીઓનું ઓનલાઇન રજીસ્ટ્રેશન esm.gujarat.gov.in ની સાઇટ પર કરવા અને સરકારશ્રી તરફથી મળતી વિવિધ સહાય/સવલતોની જાણકારી…

Read More

આગામી ખરીફ પાકોના વાવેતર સમયે બિયારણની ખરીદી કરતી વખતે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજી

હિન્દ ન્યુઝ, દાહોદ      રાજ્યના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ અને ખાતર ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનું કે, બિયારણ અને ખાતરની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. કોઇપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી. જેથી, છેતરપીંડીથી બચી શકાય.   બિયારણ અને ખાતરની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું અને જે બિયારણ અને ખાતર ખરીદેલ હોય તેનું નામ, લોટ…

Read More

દાહોદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા એલસીડીસી ઝુંબેશનો પ્રારંભ : ૧૦ થી ૩૦ જૂન દરમિયાન ૪.૪૨ લાખ ઘરોમાં સર્વે, ૨૨૬૭ ટીમો કાર્યરત

હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા જિલ્લા રક્તપિત્ત કચેરી દ્વારા Leprosy Case Detection Campaign (LCDC) અંતર્ગત તા. ૧૦ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન જિલ્લામાં સઘન સર્વે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ જિલ્લાના ૪.૪૨ લાખ ઘરોમાં મુલાકાત લઈ અંદાજિત ૨૬.૫૨ લાખથી વધુ વસ્તીને આવરી લેવામાં આવશે. સર્વે કામગીરી માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨૨૬૭ ટીમોની રચના કરવામાં આવી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ રક્તપિત્તના શંકાસ્પદ દર્દીઓને સમયસર શોધી તેમનું નિદાન અને સારવાર શરૂ કરીને રોગના ફેલાવાને અટકાવવાનો છે. લેપ્રસીના વધુમાં વધુ દર્દીઓ શોધી શકાય તે માટે…

Read More