હિન્દ ન્યુઝ,cઝાલોદ
ગુજરાતના તમામ પૂર્વ સૈનિકો / સ્વ પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની કામગીરી શરૂ થઈ ગયેલ છે. જે માટે ઝાલોદ તાલુકામાં વસતા પૂર્વ સૈનિકો તથા સ્વ પૂર્વ સૈનિકોના ધર્મ પત્નીઓ માટે આઉટરિચ કાર્યક્રમ નું આયોજન તા. ૧૨/૦૬/૨૦૨૬ (શુક્રવાર) ના રોજ સવારે ૧૦:૦૦ વાગે પ્રાંત અધિકારીશ્રીની કચેરી, ઝાલોદના કોન્ફરસ હોલ ખાતે શ્રી અશોક ભાટીયા, પ્રાંત અધિકારી, ઝાલોદની અધ્યક્ષતા હેઠળ આયોજન કરવામાં આવશે.
ઝાલોદ તાલુકામાં વસતા પૂર્વ સૈનિકો તથા સ્વ પૂર્વ સૈનિકોના ધર્મ પત્નીઓનું ઓનલાઇન રજીસ્ટ્રેશન esm.gujarat.gov.in ની સાઇટ પર કરવા અને સરકારશ્રી તરફથી મળતી વિવિધ સહાય/સવલતોની જાણકારી આપવા આઉટરિચ કાર્યક્રમ યોજવામાં આવશે. આથી ઝાલોદ તાલુકાના તમામ પૂર્વ સૈનિકો તથા સ્વ પૂર્વ સૈનિકોના ધર્મ પત્નીઓને આઉટરીચ કાર્યક્રમમાં હાજરી આપવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી સુરજીત સિંઘ રાઘવ, ગોધરા દ્વારા જણાવવામાં આવે છે.
